GSRTC: ગુજરાત ST માં ભરતી બહાર પડી, ડ્રાયવર અને કંડકટરની જગ્યા માટે 1 મહિના સુધી ઓનલાઈન અરજી સ્વીકારશે

|

Aug 06, 2023 | 8:46 AM

ST Driver Conductor Recruitment: ઉમેદવારો સોમવારથી ઓનલાઈન ઉમેદવારો નોંધાવી શકશે. એક મહિના માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા ચાલશે. એસટી નિગમ દ્વારા ભરતી પ્રક્રિયા શરુ કરાતા યુવાનોને રોજગારી માટે મોટી તક સામે આવી છે.

GSRTC: ગુજરાત ST માં ભરતી બહાર પડી, ડ્રાયવર અને કંડકટરની જગ્યા માટે 1 મહિના સુધી ઓનલાઈન અરજી સ્વીકારશે
ST Driver Conductor Recruitment

Follow us on

ગુજરાત ST વિભાગ દ્વારા ડ્રાયવર અને કંડકટર સહિત અલગ અલગ જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ST નિગમમાં મોટા પ્રમાણમાં ડ્રાયવર અને કંડકટરની જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ માટે ઉમેદવારોની સ્વીકારવાની શરુઆત 7 ઓગષ્ટથી કરવામાં આવનાર છે. એક મહિના માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા ચાલશે. એસટી નિગમ દ્વારા ભરતી પ્રક્રિયા શરુ કરાતા યુવાનોને રોજગારી માટે મોટી તક સામે આવી છે. 12 પાસ અને તેમની સમકક્ષ અભ્યાસ લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ઉમેદવારી કરી શકશે.

એસટી નિગમ દ્વારા શરુઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ભરતીમાં નોકરીએ લાગનાર ઉમેદવારોને ચુકવવામાં આવશે. ત્યાર બાદ નિયત કરવામાં આવેલ મળવાપાત્ર પગારની ચૂકવણી કરવામાં આવશે. આ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીના મહેકમ વિભાગે જાહેરાત બહાર પાડી છે. બહાર પાડવામાં આવેલી ભરતી માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની કાર્યવાહી કરવામાં આવી છે, મંજૂરી મળશે તો દર્શાવેલ કુલ જગ્યાઓ પર ડ્રાયવર અને કંડકટરની જગ્યાઓ ભરવામાં આવશે. મંજૂરી નહી મળવાની સ્થિતિમાં દર્શાવેલ જરુરી જગ્યાઓની ભરતી કરવામાં આવશે. જે ભરતી જાહેરાતમાં વિગતે દર્શાવેલ છે.

એક મહિના દરમિયાન અરજી સ્વિકારાશે

મોટા પાયે થનારી ભરતી માટે એસટી નિગમ દ્વારા ઓનલાઈન અરજી ઉમેદાવરો પાસે મંગાવવામા આવી છે. આ માટે ઉમેદાવાર ઓજસ  વેબ સાઈટ પર પોતાની અરજી ઓનલાઈન કરી શકશે. આ માટે ડ્રાયવર અને કંડકટરની ભરતી માટે દર્શાવેલ કેટેગરી વાઈઝ ઉમેદવારી ભરતી પસંદ કરીને ઉમેદવારી કરવાની રહશે. આ માટે ઓનલાઈન અરજીપત્રક ફી 50 રુપિયા નક્કી કરવામા આવી છે. જે જીએસટી સહિત 59 રુપિયા ભરવાના રહેશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ માટે સોમવારથી જ ઓનલાઈન અરજી કરવાની શરુઆત કરવામાં આવનાર છે. આગામી 6 સપ્ટેમ્બરની રાત્રીના 11.59 સુધી અરજીપત્રક અપલોડ કરી શકાશે. આમ આગામી એક મહિના સુધી ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

કેટલી જગ્યા માટે ભરતી?

ડ્રાયવર માટે 4062 જેટલી કુલ જગ્યાઓ ભરતી દરમિયાન દર્શાવાઈ છે. જોકે સરકારની મંજૂરી મળ્યેથી કુલ દર્શાવેલ જગ્યાની ભરતી કરવામાં આવશે. મંજૂરી નહીં મળવાની સ્થિતિમાં 2106 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

કંડકટરની ભરતી માટે 3342 જગ્યાઓની ભરતી કરવા માટેની કુલ જગ્યાઓ દર્શાવવામાં આવી છે. આ માટે સરકારની મંજૂરી મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન મંજૂરી નહીં મળ્યે થી કુલ 1299 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. મંજૂરી મળવાની સ્થિતિમાં કુલ જગ્યાઓ પર ભરતી કરાશે.

આ પણ વાંચોઃ  સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:20 am, Sun, 6 August 23

Next Article