મણીનગર અને તે બાદ ગોમતીપુરમાં મ્યુનિસિપલ ક્વાર્ટર્સમાં છતનો કેટલોક ભાગ ધારાસભ્ય થવાની ઘટના બની હતી. ત્યારબાદ ગોમતીપુરમાં DyMC એ શહેરમાં અન્ય કોર્સ ની હાલત પણ જર્જરીત હોવાનું નિવેદન આપ્યું હતી. ઘટના બાદ TV9 એ અન્ય એક વિસ્તારની પણ મુલાકાત લીધી કે જ્યાં પણ મ્યુનિસિપલ ક્વાર્ટર્સના મકાનોની હાલત ખરાબ હોવાનું સામે આવ્યું હતુ. આ વાત છે વિરાટનગર વોર્ડમાં આવેલ મંગલ પાંડે હોલ સામેના મ્યુસીપલ ક્વાર્ટર્સની. જે આવાસની હાલત પણ જર્જરીત બની ચૂકી છે.
જ્યાં લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે કારણકે તાજેતરમાં જ બે દિવસ પહેલા તે મ્યુનિસિપલ ક્વાર્ટર્સના એક મકાનમાં છતમાંથી પોપડા નીચે પડ્યા જ્યાં નીચે રૂમમાં રમતી એક બાળકીને ઈજા થતાં રહી ગઈ હતી. તેમ જ થોડા સમય પહેલા તે જ ક્વોટર્સના અન્ય બ્લોકમાં પોપડા પડવાની ઘટના બની ત્યાં પણ સ્થાનિકોનો આબાદ બચાવ થયો હતો. એટલે કે મકાનો જર્જરીત પણ બન્યા છે અને મકાનો બનવાના સાથે છતમાંથી પોપડા પડવાની પણ ઘટનાઓ બની રહી છે. જેના કારણે સ્થાનિકોને વરસાદ વચ્ચે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સતાવી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મંગલ પાંડે હોલ સામે આવેલા તેમના મ્યુનિસિપલ કવાટર્સના મકાનોમાં 25 જેટલા બ્લોકમાં કુલ 325 જેટલા આવાસ આવેલા છે. કે જે તમામની હાલત જર્જરીત હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. સ્થાનિકોના આક્ષેપ છે કે તે ક્વોટર્સને બન્યાને 20 થી 25 વર્ષે થયા છે, અને તેમાં પણ છેલ્લા પાંચ-દસ વર્ષથી મકાનોની હાલત જર્જરીત થતી જઈ રહી છે. એટલે કે કામગીરી યોગ્ય નહીં થતા મકાનોની આ દુર્દશા સર્જાઇ હોવાના સ્થાનિકોએ આડકતરી રીતે આક્ષેપ કર્યા છે.
જે બાબતની સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરતા તેમજ થોડા સમયમાં બનેલી કેટલીક ઘટનાઓમાં પણ તંત્રએ આવતા ત્યાં પણ સ્થાનિકોએ રજૂઆત કરતા, તંત્ર દ્વારા સ્થાનિકોને પોતાના ખર્ચે રિનોવેશન કરવા જણાવ્યું છે. તેમજ મકાન બહાર ભયજનક મકાનોની નોટિસ પણ મારી દેવાઈ છે. જેથી સ્થાનિકોએ એ પણ આક્ષેપ કર્યા કે હજુ તો લોકોના મકાનોના હપ્તા પણ ચાલી રહ્યા છે અને તેવા સમયમાં આ પ્રકારે ઘટના બને તો તેઓ શા માટે રીનોવેશન કરાવે. તંત્ર કેમ રિનોવેશન કરાવી ન આપે. આ પ્રકારના આક્ષેપો અને સવાલો આવાસના રહીશો ઉઠાવી રહ્યા છે.
આ જોઈને એમ લાગી રહ્યુ છે કે હવે જરૂરી છે કે તંત્ર પણ અમદાવાદ શહેરમાં જેટલા પણ સરકારી આવાસ આવેલા છે ત્યાં એક સર્વે કરાવે. સર્વે દ્વારા જર્જરીર મકાનો હોય કે જોખમી મકાન હોય ત્યાં યોગ્ય અને કડક કાર્યવાહી કરે. જેથી કરીને લોકોમાં રહેલો ભય દૂર કરી શકાય. તેમ જ તંત્રની કામગીરી પણ નજર સામે આવી શકે. ભારે વરસાદ પડે તો મોટી દુર્ઘટના પણ સર્જાઇ શકવાનો ભય તોળાઈ રહ્યો છે. સાથે જ સ્થાનિકો પણ તંત્રની કામગીરીમાં સહકાર આપે તે પણ તેટલું જ જરૂરી છે. જેથી કરીને કોઈ પણ વિવાદ વગર લોકોને સુવિધા આપી દુર્ઘટનાઓને ટાળી શકાય.
Published On - 11:23 pm, Fri, 30 June 23