Ahmedabad : દેશ-વિદેશના લાખો ભક્તો જેની સમગ્ર વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી છે. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની (Lord Jagannath) 146મી રથયાત્રા (Rathyatra 2023) નીકળશે. ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને આશિર્વાદ આપશે. જે પહેલા વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી યોજાઇ. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Union Home Minister Amit Shah performs Mangla Aarti at Jagannath Temple, #JagannathRathYatra2023 #RathYatra2023 #AhmedabadRathYatra #Gujarat #RathYatra #TV9News pic.twitter.com/jUzOFEYLYp
— Tv9 Gujarati (@tv9gujarati) June 19, 2023
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહ સાથે તેમના પરિવારજનો પણ મંદિરમાં આરતીમાં જોડાયા હતા. જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ પહોંચી ગયા હતા અને આરતીમાં જોડાયા હતા.
અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં સહપરિવાર પહોંચે છે અને સવારે 4 કલાકે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લે છે. તેઓ વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં અવશ્ય ભાગ લે છે.
મંગળા આરતી બાદ તેઓ ગુજરાતના લોકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. તેઓ સવારે 9-15 વાગ્યે ન્યૂ રાણીપમાં AMC દ્વારા નવનિર્મિત પાર્કનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ સવારે 9-30 વાગ્યે ચાંદલોડિયામાં AMC અને રેલવે દ્વારા નવનિર્મિત જગતપુર રેલવે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરશે. સવારે 10 વાગ્યે તેઓ ક્રેડાઇ ગાર્ડન પીપલ્સ પાર્કનું લોકાર્પણ કરશે. જ્યારે કે સવારે 11-30 વાગ્યે અમિત શાહ બાવળામાં ત્રિમૂર્તિ હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે.
Published On - 4:47 am, Tue, 20 June 23