Rathyatra 2023 : અમદાવાદમાં રથયાત્રાને લઇને તૈયારીઓ પુરજોશમાં, સુરક્ષા બંદોબસ્ત જાળવવા ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે

|

Jun 01, 2023 | 1:17 PM

ગુજરાતમાં પ્રથમ વાર અમદાવાદ જગન્નાથજીની ઐતિહાસિક અને ભવ્ય 145મી રથયાત્રા હાઇટેક થવા જઇ રહી છે.3D મેપિંગ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિઆલિટી ડ્રોન મેપિંગથી વોચ રાખવામાં આવશે.22 કિલોમીટરની રથયાત્રાનાં રૂટનો અભ્યાસ કરી 3D મેપિંગ તૈયાર કરાયુ છે

Rathyatra 2023 : અમદાવાદમાં રથયાત્રાને લઇને તૈયારીઓ પુરજોશમાં, સુરક્ષા બંદોબસ્ત જાળવવા  ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે
Ahmedabad Rathyatra Police

Follow us on

Ahmedabad : અમદાવાદમાં આગામી 20 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના(Rathyatra)એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ(Ahmedabad Police) એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જેમાં આ વખતે પ્રથમ વાર સુરક્ષા  બંદોબસ્ત જાળવવા   માટે ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે. રથયાત્રામાં પ્રથમ વખત ટેલિગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ લોંચ કરાશે. જેના લીધે દરેક અધિકારીને સોંપેલાં કામગીરીનો રિપોર્ટ રહેશે અને રથયાત્રાના રૂટ પર આવતા અધિકારી અને પોલીસ કર્મચારીઓની માહિતી મળી રહેશે. આ ઉપરાંત રૂટમાં કોઈ ઇમરજન્સીમાં દરેક સર્વિસના સંપર્કની માહિતી મેળવશે. આ સુવિધા બંદોબસ્તમાં આવતા પોલીસ માટે મદદરૂપ રહેશે.

વર્ચ્યુઅલ રિઆલિટી ડ્રોન મેપિંગથી વોચ રાખવામાં આવશે

આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમ વાર અમદાવાદ જગન્નાથજીની ઐતિહાસિક અને ભવ્ય 145મી રથયાત્રા હાઇટેક થવા જઇ રહી છે.3D મેપિંગ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિઆલિટી ડ્રોન મેપિંગથી વોચ રાખવામાં આવશે.22 કિલોમીટરની રથયાત્રાનાં રૂટનો અભ્યાસ કરી 3D મેપિંગ તૈયાર કરાયુ છે.સાયબર ક્રાઇમ બ્રાંચ અને અનંત યુનિવર્સિટીનાં સંયુક્ત પ્રયાસથી રૂટનું 3D મેપિંગ કરાયુ છે. જેમાં આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોનમેપિંગથી નજર રખાશે.

ક્રાઉડ કાઉન્ટર અને લેઝર ટેક્નોલોજી સાથે રૂટ પર સુરક્ષાની તૈયારી

રથયાત્રાનાં રૂટ પર ફેસ ડિટેક્શન અને અન્ય તૈયારીઓ સાથે પોલીસ સજ્જ રહેશે.ક્રાઉડ કાઉન્ટર અને લેઝર ટેક્નોલોજી સાથે રૂટ પર સુરક્ષાની તૈયારી કરાઈ છે. રથયાત્રાનાં રૂટ પર લાઇવ વોચ સાથે સુરક્ષા વધુ મજબૂત બનાવાશે. જ્યારે જગતના નાથની રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા શાહપુર, દરિયાપુરમાં વધુ પોલીસ જવાનો અને અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે. જેમાં સંવેદનશીલ સ્થળોએ ધાબા પોઈન્ટ રખાશે. તો ટેકનોલોજીનો ઉપયોગ કરતા થ્રીડી મેપની રથયાત્રા રૂટ પર વરિષ્ઠ અધિકારીઓ સતત દેખરેખ રાખશે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

ભગવાન જગન્નાથજી આ વખતે રથયાત્રામાં નવા રથમાં બિરાજશે

ઉલ્લેખનીય છે કે, જગન્નાથજીના રથયાત્રાના દિવસો નજીક આવી રહ્યા છે અને ભક્તોનો ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે.. આ વર્ષે નાથ જ્યારે નગરચર્યાએ નીકળશે, ત્યારે જોવા મળશે નવા જ રંગો આ વર્ષે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ બદલાઈ રહ્યા છે.. ભગવાન જગન્નાથજી આ વખતે રથયાત્રામાં નવા રથમાં બિરાજશે.

ભક્તો જ્યારે દર્શન કરે ત્યારે જગન્નાથપુરીની જ ઝાંખીનો અનુભવ થાય તેવો પ્રયાસ

જે માટે જમાલપુર મંદિર ખાતે રથ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.. હાલમાં રથનું સુથારી કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, અને હવે રથને રંગ કામ કરવામાં આવી રહ્યું છે.. જગન્નાથપુરીના રથના જેવા જ રંગો જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના રથમાં આબેહૂબ રીતે કરવામાં આવે તે માટેનું આયોજન રંગ કામ કરતા કારીગરો દ્વારા કરાયું છે.. ભક્તો જ્યારે દર્શન કરે ત્યારે જગન્નાથપુરીની જ ઝાંખીનો અનુભવ થાય, તેવો પ્રયાસ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article