ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને(Ahmedabad Rathyatra) હવે ગણતરીના કલાકો બાકી છે અને ભગવાનની નગરચર્યાની રાહ જોવાઈ રહી છે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તજનોનો મહેરામણ ઉમટી પડ્યો છે. પોલીસ દ્વારા પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે ટીવી9ની સ્ક્રીન પર જુઓ જગદીશ મંદીરનો આકાશી નજારો કે જ્યાં ભગવાનની નેત્રોત્સવ વિધી બાદ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ હવે મંદીરે (Jagannath Mandir)દર્શન કરવા પહોંચી રહ્યાં છે સાથોસાથ સમગ્ર મંદિર પરિસરને પણ રોશનીથી સજાવવામાં આવ્યું છે. ત્યારે સૌ કોઈ લોકો હવે ભગવાન જગન્નાથની 145 રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
રથયાત્રાએ અમદાવાદીઓ માટે લોકોત્સવ છે અને હોંશે હોંશે લોકો રથયાત્રામાં જોડાય છે ત્યારે જગદીશ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. ભગવાનની નગરચર્યા માટે મંદિરને વિવિધરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છો મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ આપવાની તૈયારીઓ પણ થઈ ગઈ છે. ખાસ તો મહિલાઓ મંદિરમાં આવીને મગનું દાન કરતી હોય છે અને સમગ્ર રથયાત્રા દરમિયાન ફણગાવેલા મગનો પ્રસાદ નગરજનોને આપવામાં આવતો હોય છે. તો સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બની છે. સમગ્ર રથયાત્રા ઉપર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે.
#Ahmedabad : Watch drone visuals of #LordJagannath Temple ahead of #RathYatra2022 #Gujarat #TV9News pic.twitter.com/HC8KWXi3RA
— Tv9 Gujarati (@tv9gujarati) June 30, 2022
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ સજ્જ રહેશે. વધુમાં આશિષ ભાટિયાએ કહ્યું હતુ કે રાજ્યમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. જેથી અમદાવાદમાં પોલીસ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરશે. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન કુલ 24 હજારથી વધુ પોલીસકર્મી ખડેપગે રહેશે. ત્યારે હાઇટેક્નોલોજી સાથે 24 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રખાશે.
બંદોબસ્તમાં પેરા મિલિટરી સહિત SRP અને ચેતક કમાન્ડો પણ હશે. તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ક્રાઇમ બ્રાન્ચને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ શકમંદો પર નજર રાખશે. અન્ય રાજ્યમાંથી આવેલા અમુક લોકોની હિલચાલ પર નજર રખાશે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો લોકડાઉન અને ઇન્ટરનેટ બંધ કરવા સુધીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેર પોલીસ કમિશ્નરે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વખતની રથયાત્રામાં પ્રથમ વખત પોલીસ હેલિકોપ્ટરથી બાજ નજર રાખશે. પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ હેલિકોપ્ટરનો બંદોબસ્તમાં ઉપયોગ કરશે. જેમાં રથયાત્રા સમયે હેલિકોપ્ટર મારફતે ઉચ્ચ પોલીસ અધિકારી નજર રાખશે. જેની અંદર 6 સીટર હેલિકોપ્ટર મારફતે નજર રખાશે.