Rathyatra 2022 : અમદાવાદ (Ahmedabad) શહેરમાં 01 જુલાઇના રોજ ભગવાન જગન્નાથજીની 145 રથયાત્રાનું (Rathyatra) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે કોરોનાના બે વર્ષ બાદ રથયાત્રા નીકળવાની હોવાથી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પહેલી જુલાઈએ સવારે 4 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી સમગ્ર અમદાવાદ શહેરમાં ડ્રોન(Drone)ઉડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં જમાલપુર મંદિર થી લઇને રથયાત્રાના સમગ્ર રૂટ પર ભક્તોની મોટી ભીડ ઉમટવાની શકયતા છે. જેના પગલે શહેરમાં પોલીસ સહિત રેપિડ એક્શન ફોર્સની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. તેમજ શહેરના મોટાભાગના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે શહેર પોલીસ સજ્જ છે. અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. રથયાત્રાના રૂટ પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પગપાળા નીકળ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મુસ્લીમ સમુદાયે હાર પહેરાવીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતુ.મહત્વનું છે કે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે આ વર્ષે પહેલીવાર પેરામોનિટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરાશે.હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો ખડેપગે રહેશે.તો સાથે જ પેરા મિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત રહેશે.
અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા(Rathyatra 2022) વહેલી સવારે 7 વાગે નિકળી જતી હોય છે, જે રથયાત્રામાં જમાલપુરથી ખમારા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર ભગવાનનાં મોસાળમાં જતી હોય છે. જ્યારે પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક, દાણાપીઠથી ખમાસા થઈને જગન્નાથ મંદિરે પરત ફરતી હોય છે.
શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજાનો સમાવેશે આજે પણ સંવેદનશીલ વિસ્તારમાં થાય છે. જેને લઇને આ વિસ્તારોમાં 100થી વધુ હાઈ રિઝયોલુશન વાળા કેમેરા,બોડીઓન કેમેરા અને ડ્રોનથી બાજ નજર રાખવાંમાં આવશે..આ તમામ કેમેરાનું મોનિટરીંગ કમિશનર કચેરીમાં આવેલા કંટ્રોલરૂમ, જગન્નાથ મંદિર અને તંબુ ચોકી ખાતે કરાશે.પોલીસે અત્યારથી રાતે સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ શરૂ કરી દીધુ છે..જોકે છેલ્લા એક મહીનાથ ધાબા ચેકિંગ, વાહન ચેકિંગ પણ કરાઈ રહ્યું છે.
Published On - 10:32 pm, Tue, 28 June 22