રાજકોટના જાણીતા ઉદ્યોગકાર મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ, ઓઝોન બિલ્ડરના માલિક દિપક પટેેલે મીડિયા સામે મોંઢુ છુપાવ્યું

|

Mar 02, 2022 | 5:45 PM

ઓઝોન બિલ્ડર પર લાગેલા આક્ષેપ પગલે ટીવીનાઇન ટીમ અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે આવેલ પાર્શ્વ કોમ્પ્લેક્ષમાં ઓઝોન બિલ્ડરના માલિક દિપક પટેલને મળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મીડિયાને જોઈ કશું બોલવાનો ઇનકાર કર્યો હતો.

રાજકોટના જાણીતા ઉદ્યોગકાર મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ, ઓઝોન બિલ્ડરના માલિક દિપક પટેેલે મીડિયા સામે મોંઢુ છુપાવ્યું
Rajkot industrialist Mahendra Faldu suicide case

Follow us on

રાજકોટના (Rajkot) જાણીતા ઉધોગકાર મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસમાં (Mahendra Faldu suicide case)સુસાઈટ નોટમાં આક્ષેપ થયેલ ઓઝોન બિલ્ડરના (Ozone Builder)માલિક દિપક પટેલ (Deepak Patel)મીડિયાને જોઈ દોટ મૂકી. ટીવીનાઇન ટીમે દિપક પટેલનો સંપર્ક કરી તેમના પર લાગેલા આરોપ વિશે પૂછતાં બિલ્ડર દિપક પટેલ કશું બોલવાનો ઇનકાર કર્યો અને કેમેરો જોઈ રીતસરના ભાગ્યા, જે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આત્મહત્યા કરતા પહેલા મહેન્દ્ર ફળદુએ મિડીયાને એક પ્રેસનોટ મોકલી હતી. જેમાં અમદાવાદ જિલ્લાની બાવળા તાલુકાની “ધ તસ્કની બીચ સીટી” નામના પ્રોજેક્ટમાં મહેન્દ્ર ફળદુ અને તેના પરિવારજનોએ 1 લાખ વાર જગ્યા ખરીદીને કરોડોનું રોકાણ કર્યું હતું, જેમાં મહેન્દ્ર ફળદુના કહેવાથી 2007 માં ત્રણ કરોડથી વધારે રૂપિયાનું ઓઝોન ગ્રુપમાં રોકાણ કરાયુ હતું. જોકે ઓઝોન ગ્રુપના બિલ્ડર એમ.એમ.પટેલ,અમિત ચૌહાણ,અતુલ મહેતા,અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ પટેલ,દિપક પટેલ ,પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ જમીનના દસ્તાવેજ કરી આપતા ન હતા જેનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ મૃતક મહેન્દ્ર પટેલ સામે ખોટી ફરિયાદો કરીને ધાકધમકી આપીને હેરાન પરેશાન કરતા હોવાનો પ્રેસનોટમાં ઉલ્લેખ છે. આશરે 33 કરોડ રૂપિયાની જમીનના દસ્તાવેજ ન કરી આપવામાં આવતા હોવાનો ઉલ્લેખ મહેન્દ્ર ફળદુને તેને કરાવેલા રોકાણકારો રૂપિયા પરત આપવા દબાણ કરાતું હતું. જેના લીધે મહેન્દ્ર પટેલ આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાથી આ પગલું ભર્યું છે.

ઓઝોન બિલ્ડર પર લાગેલા આક્ષેપ પગલે ટીવીનાઇન ટીમ અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે આવેલ પાર્શ્વ કોમ્પ્લેક્ષમાં ઓઝોન બિલ્ડરના માલિક દિપક પટેલને મળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મીડિયાને જોઈ કશું બોલવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં મીડિયાકર્મી જોઈ જતા ઓઝોન ગ્રુપના માલિક દિપક પટેલ ડરી ગયા હતા. જેથી પોતાની ઓફિસના ત્રીજા માળેથી રીતસરના ભાગ્યા. જો બિલ્ડર દિપક પટેલને કોઈ પ્રશ્ન ન કરે તે માટે ઓફીસ સ્ટાફએ દિપક પટેલને કોર્ડન કરી દીધા અને દિપક પટેલ ઓફિસમાંથી બહાર નીકળી દોટ લગાવી. બિલ્ડર દિપક પટેલે કોઈ કાળું કામ કર્યું હોય એમ મોઢું છુપાવી ભાગ્યા હતા. જે સમગ્ર ઘટના ટીવીનાઇન કેમેરામાં કેદ થઈ હતી.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ઓઝોન ગ્રુપ દ્વારા મહેન્દ્ર ફળદુને ધમકી અપાતી

તેઓના રાજ્યના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્ય ભાગીદાર છે. આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે,તેવું કહીને ધમકી આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે મહેન્દ્ર ફળદુ ક્લબ યુવી ગ્રુપના ચેરમેન તથા જાણીતા એડવોકેટ અને કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થા સાથે જોડાયેલા છે. ત્યારે પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે પરંતુ સ્યુસાઇડ નોટમાં આરોપ લાગેલ ઓઝોન ગ્રુપના બિલ્ડર ઓફીસ બંધ કરી ભાગી ગયા હોવાથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો : વિધાનસભાના દસમા સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ શોક પ્રસ્તાવ રજૂ કર્યો, દિવંગતોને ગૃહે મૌન પાળી શોકાંજલી આપી

આ પણ વાંચો : Surendranagar: લીંબડી રાજ મહેલમાં તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમમાંથી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર

Next Article