ગુજરાતમાં (Gujarat) આગામી 24 કલાકમાં ચોમાસુ (Monsoon) પ્રવેશે તેવી શક્યતા છે.દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદ (rain) થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં(Gir Somnath) પણ વરસાદી માહોલ રહેશે. રાજ્યના બે મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. રાજ્યના અન્ય ભાગમાં વાદળછાયું વાતાવરણ છવાતા તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. સાથે જ અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન લોકોને વરસાદી માહોલથી ઠંડક અનુભવાશે.
નૈઋૃત્યનું ચોમાસું (monsoon) હાલમાં મધ્ય અરબી સમુદ્ર, કોંકણ, મુંબઈ સહિત, મધ્ય મહારાષ્ટ્રના (maharashtra) ભાગોમાં આગળ વધ્યું છે. મુંબઈમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની મુંબઈ મહાનગર પાલિકાએ જાહેરાત કરી છે. તો દક્ષિણ ભારતના કર્ણાટકના કેટલાક ભાગમાં પણ ચોમાસું પહોંચ્યું છે. જ્યારે તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ માટે અનુકૂળ સ્થિતિ બની રહી છે. દેશના મોટા હિસ્સામાં ચોમાસા પાંચથી સાત દિવસમાં પહોંચે તેવી હવામાન વિભાગે(IMD) આગાહી વ્યક્ત કરી છે.
Published On - 8:38 am, Sun, 12 June 22