Rain Updates: હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે. જ્યાં હવામાને વિભાગે રાજ્યમાં 5 દિવસ છુટોછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં 4 દિવસ સુધી હળવો વરસાદ રહેશે અને 4 દિવસ બાદ ફરી વરસાદનું જોર વધશે. 5 માં દિવસે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ વધુ વરસાદ રહેશે. તેમજ 5 દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે એક ટ્રફ ડેવલપ થઈ રહ્યો છે જેના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. તેમજ હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં હાલ 120 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ રહ્યો. જોકે 120 ટકા વરસાદ છતા અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં હજુ વરસાદ ની ઘટ જોવા મળી છે. અમદાવાદમાં છુટોછવાયા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસુ ધમાકેદાર બેટિંગ સાથે શરૂ થયું. જ્યાં જુલાઈ મહિનામાં રાજ્યમાં ધોધમાર વરસાદ રહ્યો અને બાદમાં વરસાદે દોઢ મહિનાનો વિરામ લીધો. ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો. જ્યાં 17 સપ્ટેમ્બર બાદ વરસાદે રંગ રાખતા રાજ્યમાં 100 ટકા ઉપર વરસાદ નોંધાયો. તેમજ છેલ્લે પડેલા વરસાદે પાણીની રાહ જોતા અને વરસાદ પર નભેલા ખેડૂતોના પાકને જીવનદાન પણ આપ્યું. અલનીનો અસર હોવા છતાં સારો વરસાદ રહેતા રાજ્ય માટે તે એક સારી બાબત બની છે.
ચાલુ સીઝનમાં વરસાદી આંકડા પ્રમાણે રાજ્યમાં 120 ટકા વરસાદ નોંધાયાની હવામાન વિભાગે માહિતી આપી છે. જોકે તે વરસાદમાં 11 જિલ્લામાં વરસાદની ઘટ રહી. જોકે -19 ટકા એ સામાન્ય વરસાદ ગણાતો હોવાથી માત્ર ત્રણ જિલ્લા અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં જ વરસાદ -19 ટકા કરતા વધુ ઓછો રહ્યો જ્યાં ઘટ સર્જાઈ છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો