Gujarati NewsGujaratAhmedabadRailway Schedule Update Timings of some express trains stopping at Ahmedabad and Palanpur have been changed Know when the time will change
Railway Schedule Update: અમદાવાદ અને પાલનપુર સ્ટોપેજ કરતી કેટલીક એક્સ્પ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારથી બદલાશે સમય
Ahmedabad, Palanpur Railway Schedule Update: ટ્રેનના પરિચાલન કારણોસર વેસ્ટર્ન રેલ્વે દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલીક ટ્રેનના સમયમાં 25 મિનિટ જેટલો બદલવામાં આવ્યો છે.
Ahmedabad, Palanpur Railway Schedule Update
Follow us on
અમદાવાદ થી પાલપુર તરફ આવ-જા કરતી ટ્રેનોના સ્ટોપેજના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનના પરિચાલન કારણોસર વેસ્ટર્ન રેલ્વે દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલીક ટ્રેનના સમયમાં 25 મિનિટ જેટલો બદલવામાં આવ્યો છે. સાબરમતી અને પાલનપુર રેલવે સ્ટેશન પર આવવા અને જવાના સમયમાં ફેરફા કરવામાં આવ્યો છે. આ માટેની એક યાદી બહાર પાડીને વેસ્ટર્ન રેલવેએ મુસાફરોને માટે જાણકારી આપી છે.
જ્યારે અમદાવાદ થી પસાર થતી ત્રણેક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. ડબલિંગ ટ્રેકના સંબંધે નોન ઈન્ટરલોકિંગના કામને લઈ ટ્રેન ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. આ ટ્રેન રવિવારે ડાયવર્ટ કરેલા રુટ પરથી પસાર થશે. પુણે મંડળમાં આ કામગીરી ચાલુ હોવાને લઈ ટ્રેનને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આ અંગેની જાણકારી વેસ્ટર્ન રેલવેએ જાહેર કરી હતી.
કઈ ટ્રેનના સમયમાં કરાયો છે ફેરફાર જાણો
આગ્રા કેન્ટ-સાબરમતી (ટ્રેન નં.12547) એક્સપ્રેસ ટ્રેનઃ સમયમાં 25 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. સાબરમતી સ્ટેશન પર 11.55 કલાકે આગમનને બદલે હવે 12.20 કલાકે આવશે. સમય ફેરફાર તા. 10 જુલાઈ 2023 થી લાગુ પડશે.
ગ્વાલિયર-સાબરમતી (ટ્રેન નં. 22547) એક્સપ્રેસઃ સમયમાં 25 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. સાબરમતી સ્ટેશન પર 11.55 કલાકે આગમનને બદલે હવે 12.20 કલાકે આવશે. સમય ફેરફાર તા. 08 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવ્યો છે.
કોચુવેલી-શ્રીગંગાનગર (ટ્રેન નંબર 16312) એક્સપ્રેસઃ સમયમાં 10 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. પાલનપુર સ્ટેશન પર 10.25 કલાકે આગમનને બદલે હવે 10.35 કલાકે આવશે. જ્યારે 10.37 એ ઉપડશે. સમય ફેરફાર તા. 08 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવ્યો છે.
શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ (ટ્રેન નંબર 14701) અરાવલી એક્સપ્રેસઃ સમય 10 મિનિટ વહેલા કરવામાં આવ્યો છે. પાલનપુર સ્ટેશન પર સાંજે 18.00 કલાકે આગમનને બદલે હવે 17.50 કલાકે આવશે. જ્યારે 17.55 કલાકે (સાજે 5.55 વાગ્યે) ઉપડશે. સમય ફેરફાર તા. 08 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
સાબરમતી-દૌલતપુર ચોક (ટ્રેન નંબર 19411) એક્સપ્રેસઃ સમયમાં 10 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. પાલનપુર સ્ટેશન પર 12.15 કલાકે આગમનને બદલે હવે 12.25 કલાકે આવશે. જ્યારે 12.27 એ ઉપડશે. સમય ફેરફાર તા. 09 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
ભાવનગર-ઉધમપુર (ટ્રેન નંબર 19107) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનઃ પાલનપુર સ્ટેશન પર 12.43 કલાકે આગમનને બદલે હવે 12.48 કલાકે આવશે. જ્યારે 12.50 એ ઉપડશે. સમય ફેરફાર તા. 09 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
મહેસાણા-આબુરોડ ડેમુ (ટ્રેન નંબર 09437) સ્પેશિયલ ટ્રેનઃ પાલનપુર સ્ટેશન પર સાંજે 19.48 કલાકે ( સાંજે 7.48 વાગ્યે) આગમનને બદલે હવે 19.53 કલાકે ( સાંજે 7.53 વાગ્યે) આવશે. જ્યારે 19.55 એ ઉપડશે. સમય ફેરફાર તા. 09 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
અમદાવાદ-લખનૌ (ટ્રેન નંબર 19401) એક્સપ્રેસ ટ્રેનઃ પાલનપુર સ્ટેશન પર 12.43 કલાકે આગમનને બદલે હવે 12.48 કલાકે આવશે. જ્યારે 12.50 એ ઉપડશે. સમય ફેરફાર તા. 10 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
અમદાવાદ-ગોરખપુર (ટ્રેન નંબર 19409) એક્સપ્રેસઃ પાલનપુર સ્ટેશન પર 12.43 કલાકે આગમનને બદલે હવે 12.48 કલાકે આવશે. જ્યારે 12.50 એ ઉપડશે. સમય ફેરફાર તા. 13 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
રવિવારે આ ત્રણ ટ્રેનના રુટ ડાયવર્ટ કરાયા
9, જુલાઈએ અમદાવાદ ડિવિઝનથી આવન-જાવન કરતી ત્રણ ટ્રેનના રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મધ્ય રેલવે ના પુણે મંડળ વિસ્તારમાં નાંદ્રે અને સાંગલી સેક્શન પર ડબલિંગના સંબંધે નોન ઈન્ટરલોકિંગ અંગે કામકાજ કરાશે. આ કાર્યને લઈ કેટલીક ટ્રેનના રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેને લઈ અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ, અજમેર-મૈસુર એક્સપ્રેસ અને કેએસઆર બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. જે ટ્રેનોના ડાયવર્ટ રુટ નિચે મુજબ છે.