Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશ્યિલ ટ્રેન

|

May 23, 2023 | 5:14 PM

Ahmedabad: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિઓની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સ્પેશ્યિલ ભાડુ લઈને સાપ્તાહિક ગ્રીષ્મકાલીન સ્પેશ્યિલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશ્યિલ ટ્રેન

Follow us on

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા અને માગને ધ્યાને રાખીને ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સમર સ્પેશ્યિલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા સ્પેશ્યિલ ભાડુ લઈને સાપ્તાહિકક સમર સ્પેશ્યિલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેની વિગતો નીચે મુજબ છે :

  1. ટ્રેન નંબર 09461/09462 ગાંધીધામ-અમૃતસર-ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (12 ફેરા)
  2. ટ્રેન નંબર 09461 ગાંધીધામ-અમૃતસર સ્પેશિયલ ટ્રેન 26 મે થી 30 જૂન, 2023 સુધી દર શુક્રવારે ગાંધીધામથી સવારે 06:30 વાગ્યે પ્રસ્થાન કરી શનિવારે બપોરના 12:35 વાગ્યે અમૃતસર પહોંચશે.
  3. Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
    શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
    આજનું રાશિફળ તારીખ : 23-11-2024
    યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
    23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
    અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
  4. ટ્રેન નંબર 09462 અમૃતસર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન 27 મે થી 01 જુલાઇ, 2023 સુધી દર શનિવારે અમૃતસરથી બપોરના 14:30 વાગ્યે પ્રસ્થાન કરી રવિવારે સાંજે 18:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે.
  5. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન સામાખ્યાલી, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ભીલડી, રાનીવાજા, મારવાડ ભીનમાલ, મોદરન, ઝાલૌર, મોકલસર, સમઢડી, લૂણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, ડેગાના, છોટા ખાટૂ, ડીડવાના, લાડનૂ, સુજાનગઢ, રતનગઢ, ચૂરુ, સાદુલપુર, હિસાર, લુધિયાણા, જાલંધર અને બ્યાસ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ કમ સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ રહેશે.
  6. ટ્રેન નંબર 09461નું બુકિંગ 23 મે, 2023થી યાત્રી રિઝર્વેશન કેન્દ્રો અને આઇઆરસીટીસની વેબસાઇટ પર શરૂ થશે. ૉ
  7. યાત્રીઓ ટ્રેનોના પરિચાલનના સમય, રોકાણ અને સંચરના સંબંધિત વિગતવાર જાણકારી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઇને નિરીક્ષણ કરી શકે છે.

આ પણ વાંચો : Railway news : મહેસાણા-પાટણ પેસેન્જર સ્પેશ્યિલ ટ્રેનનું ભીલડી સુધી વિસ્તરણ થતા મુસાફરોને થશે રાહત

ઈનપુટ ક્રેડિટ- દર્શલ રાવલ- અમદાવાદ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article