પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ – ભગત કી કોઠી અને અમદાવાદ -પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે. મુસાફરોની સુવિધા માટે મુંબઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી અને અમદાવાદ-પટના સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09093 મુંબઈ સેન્ટ્રલ – ભગત કી કોઠી સ્પેશિયલ શનિવારે 4 માર્ચ, 2023ના રોજ 09.30 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09094 ભગત કી કોઠી – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ રવિવાર, 5મી માર્ચ, 2023ના રોજ ભગત કી કોઠી થી 12.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભીલવાડા, વિજયનગર, નસીરાબાદ, અજમેર, બ્યાવર, મારવાડ, પાલી મારવાડ અને લુણી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09417 અમદાવાદ-પટના સ્પેશિયલ અમદાવાદથી સોમવાર, 6 માર્ચ, 2023ના રોજ 09.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.05 કલાકે પટના પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09418 પટના-અમદાવાદ સ્પેશિયલ, મંગળવાર, 7 માર્ચ, 2023ના રોજ પટનાથી 23.45 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.20 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, અરાહ અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09093 અને 09147 માટેનું બુકિંગ 22મી ફેબ્રુઆરી, 2023થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખોલશે.