પશ્ચિમ રેલવેએ યાત્રીઓની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે વિશેષ ભાડા પર બાંદ્રા ટર્મિનસ – બિકાનેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરાને સમાન સમય, સંરચના અને રૂટ પર લંબાવી છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 04714 ના લંબાવેલા ફેરાનું બુકિંગ તારીખ 19 માર્ચ, 2023 થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોની સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈ અવલોકન કરી શકે છે
ટ્રેન નંબર 04714 બાંદ્રા ટર્મિનસ – બિકાનેર સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 31 માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 04713 બિકાનેર – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જે અગાઉ 30 માર્ચ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 29 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
ઉત્તર પૂર્વ રેલવેના બનારસ -પ્રયાગરાજ સેક્શન પર ઝુસી -રામનાથપુર સ્ટેશનો વચ્ચે ઝુસી સ્ટેશન યાર્ડ રિમોડેલિંગ અને પેચ ડબલિંગના કામને કારણે, અમદાવાદ -પટના એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
જેની વિગતો નીચે મુજબ છે.
• 26 માર્ચ 2023ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ પ્રયાગરાજ-બનારસ-વારાણસીને બદલે પ્રયાગરાજ-જંઘઈ-વારાણસી ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ -તિરુચિરાપલ્લી સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન જે 30 માર્ચ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 25 મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09419 ના લંબાવેલા ફેરા માટે બુકિંગ 18મી માર્ચ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરુ થશે જેની વિગતો નીચે મુજબ છે.
• ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ કુલ 16 ટ્રિપ્સ
ટ્રેન નંબર 09419 અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ 25મી મે, 2023 સુધી દર ગુરુવારે અમદાવાદથી 09:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 03:45 કલાકે તિરુચિરાપલ્લી હોંચશે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી – અમદાવાદ સ્પેશિયલ 28મી મે, 2023 સુધી દર રવિવારે તિરુચિરાપલ્લીથી 05:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:15 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલાબુરગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા, રેણિગુંટા, આરાકોણમ, પેરંબુર, ચેન્નાઈ એગમોર, તાંમ્બરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ,કંડલૂર પોર્ટ. , ચિદમ્બરમ, શીપકષિ, વૈદ્દીશ્વરન કોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાશમ અને તંજાવુર સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.