Gujarati NewsGujaratAhmedabadRailway News UTS app and automatic ticket dispensing machine facility available for passenger convenience on Ahmedabad division
Railway News: અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની સુવિધા માટે UTS એપ અને ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીનની સુવિધા ઉપલબ્ધ
Railway News: અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની સુવિધા માટે UTS એપ અને ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનાથી હવે યાત્રિકોને સામાન્ય ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા રહેવુ નહીં પડે.
Follow us on
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન માં યાત્રીઓની સુવિધા માટે UTS એપ અને ATVM (ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીન)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનાથી હવે યાત્રીઓને અનરિઝર્વ્ડ (સામાન્ય) રેલવે ટિકિટ મેળવવા માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. હવે યાત્રીઓ તેમની અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ જાતે જ બુક કરીને તેમનો સમય અને નાણાં બંને બચાવી શકશે.
હવે યાત્રીઓ તેમના મોબાઈલ ફોનમાં UTS એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશનની અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ બુક કરી શકે છે. અથવા સ્ટેશન પર ઉપલબ્ધ ATVM (સ્વચાલિત ટિકિટ વિતરણ મશીન) દ્વારા તમે જાતે કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશન સુધીની ટિકિટ બુક કરીને યાત્રા કરી શકો છો.
UTS APP ના ફાયદા
તમે ઘરે બેસીને અથવા સ્ટેશનની 20 KM ત્રિજ્યામાં રહીને તમારા પોતાના મોબાઇલ ફોન પર ટિકિટ બુક કરી શકો છો
યાત્રા, સિઝન અને પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ છે
ચુકવણી માટે યુપીઆઈ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ અને R-Wallet સુવિધા ઉપલબ્ધ છે
R-Wallet રિચાર્જ પર 3% વધારાની બોનસ રકમ મેળવો
સ્ટેશન પર જવાની અને ટિકિટ બારી પર લાઈન લગાવવાની ઝંઝટ નહીં