Railway News: 2 અને 3 જૂનની સાબરમતી -જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

|

Jun 01, 2023 | 8:16 AM

સાબરમતી -જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેમાં 2 અને 3 જૂન 2023 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.1 અને 2 જૂન, 2023ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

Railway News: 2 અને 3 જૂનની સાબરમતી -જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
Sabarmati Jodhpur Express Train

Follow us on

Ahmedabad : અમદાવાદથી(Ahmedabad)  ઉપડતી ટ્રેન નંબર 14822/14821 સાબરમતી -જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ (Sabarmati-Jodhpur-Sabarmati Express Train) રહેશે. જેમાં ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મદાર-પાલનપુર સેક્શનના સ્વરૂપ ગંજ-ભીમાના સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 771 કિમી 578/01-02 પર આરસીસી બોક્સ લોંચિંગ કરવાના કામને કારણે ટ્રેન નંબર 14822/14821 સાબરમતી -જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

જેમાં 2 અને 3 જૂન 2023 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.1 અને 2 જૂન, 2023ના રોજ જોધપુરથી ચાલતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

2 થી 6 જૂન સુધી કલોલ યાર્ડ રેલવે ક્રોસિંગ નં.232 ‘B’ બંધ રહેશે

અમદાવાદ મંડળ પર કલોલ યાર્ડ ખાતે આવેલ રેલવે ક્રોસિંગ નં.232 ‘B’કિમી 759/25-27 અપ લાઇન અને 759/26-28 ડાઉન લાઇન પર ઓવર હૉલિંગ (સમારકામ અને જાળવણી) કામ માટે 2 જૂન 2023 ના રોજ સવારે 8 વાગ્યા થી 6 જૂન સાંજે 20:00 વાગ્યા સુધી બંધ રહેશે.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન રોડ અંડર બ્રિજ નંબર 1037 B Km.758/38-40 અને રોડ ઓવરબ્રિજ નંબર 1037 A Km.758/16-18 નો ઉપયોગ કરી શકે છે.

અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે

આ ઉપરાંત અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે. ઉત્તર પૂર્વ રેલવે ના ઔંડિયાર-ભટની સેક્શન પર પેચ ડબલિંગ કાર્ય અને ઔંડિયાર સ્ટેશન યાર્ડ રિમોડલિંગ હેતુ નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે.

ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન તારીખ 2,3,6,7,9,10,14,15, 16,17 અને 18 જૂન 2023 ના રોજ તેના નિર્ધારિત માર્ગ વારાણસી-ઔંડિયાર-મઉ જંકશનને બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-શાહગંજ-મઉ થઈને ચાલશે.

નબીપુર – વરેડિયા વિભાગ વચ્ચે અવરોધિત થવાને કારણે થોડી WR ટ્રેનો પ્રભાવિત થશે

જ્યારે નબીપુર – વરેડિયા વિભાગ વચ્ચે અવરોધિત થવાને કારણે થોડી WR ટ્રેનો પ્રભાવિત થશે. જેમાં બ્રિજ નંબર 520 ના મજબૂતીકરણ ની કામગીરી હાથ ધરવા માટે બુધવાર 31 મે ના રોજ નબીપુર – વરેડિયા સેક્શન વચ્ચે ડાઉન લાઇન પર એક બ્લોક હાથ ધરવામાં આવશે. આ કાર્યના અમલીકરણને કારણે પશ્ચિમ રેલવેની થોડી ટ્રેનો અસર પામે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article