Railway News: અમદાવાદ રેલવે મંડળના સદ્દભાવના દિવસની ઉજવણીથી લઈ વાંચો રેલવેને લગતા મહત્વના સમાચાર અમારી આ પોસ્ટમાં

|

Aug 19, 2023 | 10:04 PM

એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર દયાનંદ સાહુ દ્વારા મંડળ રેલવે મેનેજર કાર્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં તમામ રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓને જાતિ, સમુદાય, પ્રદેશ, ધર્મ અને ભાષાથી ઉપર ઉઠીને રાષ્ટ્ર માટે કામ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

Railway News: અમદાવાદ રેલવે મંડળના સદ્દભાવના દિવસની ઉજવણીથી લઈ વાંચો રેલવેને લગતા મહત્વના સમાચાર અમારી આ પોસ્ટમાં
Railway News: Read the important news related to Railways

Follow us on

21 થી 23 ઓગસ્ટ સુધી ખોડિયાર -ગાંધીનગર ના વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. 13 બંધ રહેશે.પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ખાતે ખોડિયાર-ગાંધીનગર સેક્શન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 13 કિમી (522/6-7) સમારકામ અને જાળવણીના કામ માટે 21 ઓગસ્ટ 2023 ના રોજ સવારે 8 વાગ્યા થી 23 ઓગસ્ટ 2023 ના રાત્રે 20:00 વાગ્યા સુધી બંધ રહેશે.

માર્ગ વપરાશકર્તાઓ આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 14 કિમી (523/5-6), રેલવે ક્રોસિંગ નંબર 15 કિમી (523/11-12) અને રેલવે ક્રોસિંગ નં.16 કિમી (523/4-5) નો ઉપયોગ કરી શકે છે.

20 ઓગસ્ટથી એક મહિના સુધી અસારવા-જયપુર એક્સપ્રેસ અને અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનો સરદારગ્રામ સ્ટેશન ઉપર રોકાશે નહીં. પશ્ચિમ રેલવે દ્વારા અસારવા-જયપુર એક્સપ્રેસ તથા અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સરદારગ્રામ સ્ટેશન ઉપર સ્ટોપેજ ટેકનિકલ કારણોસર 20 ઓગસ્ટ 2023 થી એક મહિના સુધી હંગામી ધોરણ સ્થગિત કરવામાં આવ્યું છે.
ટ્રેન નંબર 12981/12982 અસારવા-જયપુર એક્સપ્રેસ તથા ટ્રેન નંબર 19315/19316 ઈન્દોર-અસારવા-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સરદારગ્રામ સ્ટેશન ઉપર 20 ઓગસ્ટ 2023 થી 19 સપ્ટેમ્બર 2023 સુધી હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે.
ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અમદાવાદ રેલવે મંડળ ખાતે ઉજવાયો ‘સદ્દભાવના દિવસ’

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં ‘સદભાવના દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. 18 ઓગસ્ટે સદભાવના દિવસ નિમિત્તે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર દયાનંદ સાહુ દ્વારા મંડળ રેલવે મેનેજર કાર્યાલયમાં આયોજીત કાર્યક્રમમાં તમામ રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓને જાતિ, સમુદાય, પ્રદેશ, ધર્મ અને ભાષાથી ઉપર ઉઠીને રાષ્ટ્ર માટે કામ કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં તેમનો જન્મદિવસ 20 ઓગસ્ટ ના રોજ ” સદ્દભાવના દિવસ” તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય તમામ ભાષાકીય અને વિવિધ ધર્મોમાં વિશ્વાસ ધરાવતા લોકો માં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને મજબૂત કરીને ભાઈચારાની ભાવના નો વિકાસ કરવાનો છે.

અમદાવાદ મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આશયની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ વર્ષે 19 અને 20 ઓગસ્ટ ના રોજ મંડળ કાર્યાલયમાં રજા હોવાના કારણે 18 ઓગસ્ટ ના રોજ “સદભાવના દિવસ” મનાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અપર મંડળ રેલવે મેનેજર દયાનંદ સાહુએ ભારતીય રેલવે ની પ્રગતિ માટે એક સમાન ધ્યેય સાથે એક ટીમ તરીકે કામ કરવું અને સામાજિક સંવાદિતા અને બધા ધર્મોનાં સન્માન માટે આદર સુનિશ્ચિત કરવા માટે આવશ્યકતા પર ભાર મૂક્યો. સદ્દભાવના દિવસ શપથવિધિ સમારોહ માં અપર મંડળ રેલવે મેનેજર સિવાય વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હર્ષદ વાણિયા અને અન્ય તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ભુજના Rpf ના એક જવાનને ભારતીય પોલીસ મેડલની જાહેરાત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ના ભુજ આરપીએફ પોસ્ટ પર કાર્યરત સહાયક સબ-ઇન્સ્પેક્ટર ભુનેશ શ્રીવાસ્તવને સ્વતંત્રતા દિવસ 2023 ના અવસર પર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સરાહનીય સેવા માટે પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ભુનેશ શ્રીવાસ્તવ વર્ષ 1995 માં તેઓ રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત થયા હતા. 28 વર્ષોની તેમની સેવા દરમિયાન તેઓએ વિવિધ હોદ્દા પર પૂરી લગન અને મહેનત સાથે કામ કર્યું છે.

કામ પ્રત્યેની તેમની પ્રામાણિકતા અને સમર્પણને કારણે તેઓ હેડ કોન્સ્ટેબલ અને મદદનીશ ના પદ પર બઢતી આપવામાં આવી છે. તેમના દ્વારા મજબૂત વિશ્લેષણ ટીમ તરીકે “મજબૂત મોડ્યુલ” નો ઉપયોગ કરીને સંબંધિત પોસ્ટ ને સોંપવામાં આવેલ શંકાસ્પદ વપરાશકર્તા આઈ.ડી. નું વિશ્લેષણ કર્યું, જેના પરિણામે વર્ષ 2020 થી 2021 સુધી સપ્ટેમ્બર સુધી રેલવે અધિનિયમ ના કલમ 143 હેઠળ કુલ 133 કેસ નોંધાયા હતા. જેમાં રેલ્વે ટીકીટનું બ્લેક માર્કેટીંગ કરતા 145 બહારના લોકો ઝડપાયા હતા, જેમની પાસેથી 362 લાઈવ ટિકિટની કિંમત 579535 રૂપિયા અને 2053 ઉપયોગ કરવામાં આવેલ ટિકિટોની રકમ 2951115 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેમાં 564 ઈ-રેલ ટિકિટ યુઝર આઈડી બ્લોક કરવામાં આવ્યા છે.

તેમણે ભુજ રેલ્વે સ્ટેશન ખાતે ફરજ દરમિયાન તારીખ 24.06.2022 ના રોજ 7 સગીર બાળકોને બચાવ્યા અને તેમના દ્વારા મુસાફરોની ચૂકી ગયેલ લાખો રૂપિયાનો સામાન કાર્યવાહી બાદ તેમને સોંપવામાં આવ્યો છે.

તેમના યોગદાન માટે ભૂતકાળમાં 24 રોકડ પુરસ્કાર અને 6 પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા છે. તેમણે રાજભાષાને લગતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. તેમને વર્ષ 2020 માં મહાનિર્દેશક પ્રશંસા પુરસ્કાર અને વર્ષ 2020 માટે ઉત્તમ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અને હવે તમના કામ ને ધ્યાને રાખીને પોલીસ મેડલની પણ જાહેરાત કરવામાં આવી છે.

Next Article