Railway news: વિના ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેએ 23.23 કરોડનો દડં વસૂલ્યો

|

Feb 10, 2023 | 10:21 AM

ટિકિટ વિના મુસાફરીના કુલ 285465 કેસ, અનિયમિત મુસાફરીના 47258 કેસ, બુક વગર ના સામાનના 925 કેસ મળીને કુલ 23.23 કરોડની આવક થઈ છે.

Railway news: વિના ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેએ 23.23 કરોડનો દડં વસૂલ્યો
Indian Railway

Follow us on

અમદાવાદ રેલવે મંડળે એપ્રિલ 2022 થી જાન્યુઆરી 2023 સુધી સઘન ટિકિટ ચકાસણી કામગીરી દરમિયાન દંડની રેકોર્ડ રકમ પ્રાપ્ત થઈ હતી. અમદાવાદ મંડળ દ્વારા જાન્યુઆરી 2023 સુધી ટિકિટ ચેકિંગમાંથી 23.23 કરોડ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યા છે.ટિકિટ વિના કે અનિયમિત ટિકિટ લઈને કરતા મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે.

.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના તમામ અધિકૃત મુસાફરો ને મુશ્કેલી મુક્ત આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા મેલ-એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિના કે અનિયમિત ટિકિટ લઈને કરતા મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ રેલવે મંડળ દ્વારા ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 1 એપ્રિલ 2022થી 31 જાન્યુઆરી 2023 ની વચ્ચે મંડળ દ્વારા રૂ. 23.23 કરોડની આવક પ્રાપ્ત કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા 65.30% વધુ છે. અમદાવાદ મંડળનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ દરમિયાન ટિકિટ વિના મુસાફરીના કુલ 285465 કેસ, અનિયમિત મુસાફરીના 47258 કેસ, બુક વગર ના સામાનના 925 કેસ મળીને કુલ 23.23 કરોડની આવક થઈ છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

પશ્ચિમ રેલવે દ્વારા સામાન્ય જનતાને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.

 

અમદાવાદ-મહેસાણાથી આવતી જતી 14 ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે

પશ્ચિમ રેલવે દ્વારા જગુદણ-મહેસાણા વચ્ચે ડબલ ટ્રેકની કામગીરીને કારણે કેટલીક ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે. જેને પગલે આ રૂટ પર આવતી-જતી 14 ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ આવતી-જતી 8 ટ્રેનોનો સમાવેશ થાય છે. સાબરમતી-મહેસાણા સહિત સાબરમતી-જોધપુર, મહેસાણા-વિરમગામ સહિતની ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સિવાયની અન્ય ટ્રેનની વિગતો આ પ્રમાણે છે. પશ્ચિમ રેલવે આપેેલી વિગતો ઉપરાંત ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આટલી ટ્રેન કરવામાં આવી છે રદ

સાબરમતી-મહેસાણા
મહેસાણા-સાબરમતી
વિરમગામ-મહેસાણા
મહેસાણા-વિરમગામ
સાબરમતી-પાટણ
પાટણ-સાબરમતી

 

Next Article