Railway News: લખનૌ મંડળમાં ડબલિંગ કામના કારણે કેટલીક ટ્રેનના રૂટમાં આંશિક ફેરફાર

|

Mar 18, 2023 | 9:33 PM

યાત્રીઓને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને પ્રવાસ કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈને વધુ માહિતી મેળવી શકે છે.

Railway News: લખનૌ મંડળમાં ડબલિંગ કામના કારણે કેટલીક ટ્રેનના રૂટમાં આંશિક ફેરફાર

Follow us on

લખનૌ મંડળમાં ડબલિંગના કામને કારણે અમદાવાદથી ઉપડતી અને પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. રેલવે યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાનો પ્રારંભ કરે. ઉત્તર પૂર્વ રેલવેના બનારસ -પ્રયાગરાજ સેક્શન પર ઝુસી -રામનાથપુર સ્ટેશનો વચ્ચે ઝુસી સ્ટેશન યાર્ડ રિમોડેલિંગ અને પેચ ડબલિંગના કામને કારણે, અમદાવાદ -પટના એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

1. 24 માર્ચ 2023ની ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બારાબંકી-ગોરખપુર-છપરાના રુટ પર દોડશે
2. 20 માર્ચ 2023ની ટ્રેન નંબર 09466 દરભંગા – અમદાવાદસ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા છપરા – ગોરખપુર- બારાબંકી-ના રુટ પર દોડશે
3. 18માર્ચ 2023ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ – કામાખ્યા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ – પ્રતાપગઢ – વારાણસીના રુટ પર દોડશે
4. 22 માર્ચ 2023ની ટ્રેન નંબર 15668 કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વારાણસી- પ્રતાપગ…
માર્ચ 2023ની અમદાવાદ-પટના એક્સપ્રેસ આંશિક પરિવર્તિત માર્ગ પર દોડશે

5. 24 માર્ચ 2023ની ટ્રેન નંબર 15635 ઓખા – ગુવાહાટી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ – પ્રતાપગઢ – વારાણસીના રુટ પર દોડશે
6. 20 માર્ચ 2023ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી – ઓખા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વારાણસી- પ્રતાપગઢ -લખનૌના રુટ પર દોડશે

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

26 માર્ચ 2023ની અમદાવાદ-પટના એક્સપ્રેસ આંશિક પરિવર્તિત માર્ગ પર દોડશે

ઉત્તર પૂર્વ રેલવેના બનારસ -પ્રયાગરાજ સેક્શન પર ઝુસી -રામનાથપુર સ્ટેશનો વચ્ચે ઝુસી સ્ટેશન યાર્ડ રિમોડેલિંગ અને પેચ ડબલિંગના કામને કારણે, અમદાવાદ -પટના એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

જેની વિગતો નીચે મુજબ છે.

• 26 માર્ચ 2023ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ પ્રયાગરાજ-બનારસ-વારાણસીને બદલે પ્રયાગરાજ-જંઘઈ-વારાણસી ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે.

અમદાવાદ-તિરુચિરાપલ્લી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ -તિરુચિરાપલ્લી સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન જે 30 માર્ચ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 25 મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ટ્રેન નંબર 09419 ના લંબાવેલા ફેરા માટે બુકિંગ 18મી માર્ચ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરુ થશે જેની વિગતો નીચે મુજબ છે.

• ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ કુલ 16 ટ્રિપ્સ

ટ્રેન નંબર 09419 અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ 25મી મે, 2023 સુધી દર ગુરુવારે અમદાવાદથી 09:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 03:45 કલાકે તિરુચિરાપલ્લી હોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી – અમદાવાદ સ્પેશિયલ 28મી મે, 2023 સુધી દર રવિવારે તિરુચિરાપલ્લીથી 05:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:15 કલાકે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલાબુરગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા, રેણિગુંટા, આરાકોણમ, પેરંબુર, ચેન્નાઈ એગમોર, તાંમ્બરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ,કંડલૂર પોર્ટ. , ચિદમ્બરમ, શીપકષિ, વૈદ્દીશ્વરન કોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાશમ અને તંજાવુર સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.

Next Article