
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે 4 જોડી વિશેષ ટ્રેનોના ટ્રીપને વિશેષ ભાડા સમાન સંરચના, સમય અને માર્ગ પર લંબાવવામાં આવી છે. આ ટ્રેનોની વિગતો આ પ્રમાણે છે. ટ્રેનોના સ્ટોપેજ, સરંચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
1. ટ્રેન નંબર 01906 અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર મંગળવાર) ને 27 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર સોમવાર) ને 26 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 04166 અમદાવાદ – આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર ગુરુવાર) ને 29 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર બુધવાર) ને 28જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
3. ટ્રેન નંબર 04168 અમદાવાદ – આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર સોમવાર) ને 26 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર રવિવાર) ને 25 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
4. ટ્રેન નંબર 02200 બાંદ્રા ટર્મિનસ – વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર શનિવાર) ને 1 જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 02199 વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર ગુરુવારે) 29 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 01906, 04166, 04168 અને 02200 ની વિસ્તૃત ટ્રિપ્સ માટેનું બુકિંગ 17 ફેબ્રુઆરી, 2023 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ખુલશે.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મિયાગામ-ડભોઈ સેક્શનમાં ગેજ કન્વર્ઝનના કાર્યને કારણે અમદાવાદ -એકતા નગર-અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.
જે નીચે મુજબ છે.
તારીખ 24 અને 25 ફેબ્રુઆરી 2023ની ટ્રેન નંબર 20947/20950 અમદાવાદ-એકતા નગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.