Gujarati NewsGujaratAhmedabad Railway News Ahmedabad Western Railway to run summer weekly special train between Ahmedabad and Patna
Railway News: Ahmedabad: પશ્ચિમ રેલવે અમદાવાદ અને પટના વચ્ચે ગ્રીષ્મકાલીન સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવશે
Ahmedabad: પશ્ચિમ રેલવે અમદાવાદ અને પટના વચ્ચે ગ્રીષ્મકાલીન સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવશે. યાત્રીઓની માગ અને સુવિધાને ધ્યાને રાખી અમદાવાદ અને પટના વચ્ચે ખાસ ભાડા પર ગ્રીષ્મકાલીન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Follow us on
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માગ અને સુવિધાનો વિચાર કરીને અમદાવાદ અને પટના વચ્ચે ખાસ ભાડા પર ગ્રીષ્મકાલીન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ પટના સ્પેશિયલ (સાપ્તાહિક) [18 વાર]
ટ્રેન નંબર 09417 અમદાવાદ-પટના સ્પેશિયલ 01 મે 2023થી 26 જૂન 2023 સુધી દર સોમવારે અમદાવાદથી 09.10 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે (મંગળવાર) 21.05 વાગ્યે પટના પહોંચશે.
ટ્રેન નંબર 09418 પટના-અમદાવાદ સ્પેશિયલ 02 મે 2023થી 27 જૂન 2023 સુધી દર મંગળવારે પટનાથી 23.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે (ગુરુવાર)ના 11.20 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઇ માધોપુર, ગંગાપુર સિટી, હિંડોન સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફર્રુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પં. દીનદયાલ ઉપાધ્યાય, બક્સ, આરા અને દાજાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ હશે.
ટ્રેન નંબર 09417નું બુકિંગ 01 અપ્રેલ 2023થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલનનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિસ્તૃત જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પરથી મેળવી શકે છે.
આ તરફ મધ્ય રેલવેના ભુસાવળ ભડલી સ્ટેશનો વચ્ચે ચોથી લાઈન અંગે ભુસાવળ યાર્ડ રીમોડલિંગ માટે નોનઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો આ મુજબ છે તેમાં કેટલીક ટ્રેન કેન્સલ ટ્રેન છે અને કેટલાકના રૂટ બદલાયેલા છે. તેની વિગતો આ પ્રમાણે છે. 30 માર્ચ 2023ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 22138 અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ કેન્સલ રહેશે.