પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ -વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનોને સારંગપુર/શાજાપુર સ્ટેશનો પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવામાં આવેલું છે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત કરી અવલોકન કરી શકે છે
• ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસનો તા. 10.03.2023 થી 06.09.2023 સુધી સારંગપુર સ્ટેશન પર આગમન પ્રસ્થાન નો સમય 08.58/09.00 કલાકે તથા ટ્રેન નંબર 19168 વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસનો તા.10.03.2023 થી 06.09.2023 સુધી આગમન પ્રસ્થાન નો સમય 13.38/13.40 કલાક રહેશે.
• ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસનો તા.11.03.2023 થી 07.09.2023 સુધી સારંગપુર સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 08.58/09.00 કલાક રહેશે તથા ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસનો તા.12.03.2023 થી 08.09.2023 સુધી આગમન પ્રસ્થાન નો સમય 13.38/13.40 કલાક રહેશે.
• ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસનો તા.11.03.2023 થી 07.09.2023 સુધી શાજાપુર સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 08.35/08.37 કલાક રહેશે તથા ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસનો તા.12.03.2023 થી 08.09.2023 સુધી આગમન પ્રસ્થાન નો સમય 14.50/14.52 કલાક રહેશે.
જબલપુર ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ -કોલકાતા એક્સપ્રેસનો રૂટ ડાયવર્ટ કરવો પડશે. પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
15 માર્ચ 2023ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ કટની મુડવારા-ચૌપન-ગઢવા રોડને બદલે ડાયવર્ટ માર્ગ વાયા કટની મુડવારા-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન-ગઢવા રોડના માર્ગે દોડશે. • 18 માર્ચ 2023ના રોજ કોલકાતાથી ઉપડતી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટને બદલે ગઢવા રોડ-ચૌપન-કટની મુડવારાને બદલે ડાયવર્ટ માર્ગ વાયા ગઢવા રોડ-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જં.-પ્રયાગરાજ છિવકી-કટની મુડવારાના માર્ગે દોડશે.