
પશ્ચિમ મધ્ય (Western Railway ) રેલવેના જબલપુર મંડળના ન્યૂ કટની જંક્શન સ્ટેશન પર ડબલિંગ સંબંધિત કાર્ય માટે નોન- ઇન્ટરલોકિંગ કામને કારણે, અમદાવાદ -કોલકાતા એક્સપ્રેસ (Ahmedabad- kokaltta Express) અને ભુજ-શાલીમાર એક્સપ્રેસ નવા નક્કી કરેલા રૂપાંતરિત કરેલા રૂટ પર ચાલશે. જેની વિગતો આ પ્રમાણે છે. પ્રવાસીઓ તેમજ આ ટ્રેનમાં નિયમિતપણે મુસાફરી કરનારા મુસાફરો ટ્રેનના (Train) સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. અમદાવાદ -કોલકાતા એકસપ્રેસ 28 સપ્ટેમ્બર સુધી નવા માર્ગ પર દોડશે .તો ભુજ શાલીમાર એક્સપ્રેસ 20 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ટાટા નગર થઇને પ્રયાગરાજ છિવકી થઇને દોડશે.
પશ્ચિમ રેલવેએ (Western Railway) રેલ પોસ્ટ ગતિ શક્તિ એક્સપ્રેસ સેવા હેઠળ એક નવી પહેલ કરી છે. ઈન્ડિયા પોસ્ટના સહયોગથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં “એક્સપ્રેસ કાર્ગો સર્વિસ”ની યોજના શરૂ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટના સહયોગથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં “એક્સપ્રેસ કાર્ગો સર્વિસ”ની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, મુંબઈથી પ્રથમ માલ ટ્રેન નંબર- 22953, મુંબઈ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસમાં લોડ કરવામાં આવ્યો હતો.