Railway News : અમદાવાદ મંડળની 4 જોડી ટ્રેનોમાં વિવિધ ક્લાસના વધારાના કોચ જોડવામાં આવશે
ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનના સમદડી-ભીલડી સેક્શનના જેનલ-ભીલડી સ્ટેશનો વચ્ચે ન્યુ સ્ટેશન બ્લોક કમિશનિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગના કારણે ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
Ahmedabad Train
Ahmedabad: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ (Ahmedabad) ડિવિઝનમાંથી ઉપડતી 4 જોડી ટ્રેનોમાં વિવિધ ક્લાસના વધારાના કોચ જોડવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનના સમદડી-ભીલડી સેક્શનના જેનલ-ભીલડી સ્ટેશનો વચ્ચે ન્યુ સ્ટેશન બ્લોક કમિશનિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગના કારણે ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
જેની વિગતો નીચે મુજબ છે
- ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસમાં સાબરમતીથી તા.1.07.02023 થી અને દોલતપુર ચોકથી તા.2.07.2023 થી 01 સ્લીપર ક્લાસનો , 01 થર્ડ એસી નો અને 01 સેકન્ડ એસી કોચ જોડવામાં આવશે
- ટ્રેન નંબર 19310/19309, ઇન્દોર-ગાંધીનગર-ઇન્દોર એક્સપ્રેસમાં, ઇન્દોરથી 1.07.2023 થી અને ગાંધીનગરથી 2.07.2023 થી એક જનરલ ક્લાસના કોચની જગ્યાએ એક સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે.
- ટ્રેન નંબર 22958/22957, વેરાવળ-અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસમાં વેરાવળથી તા..1.07.2023થી અને અમદાવાદથી 7.07.2023થી 01 સ્લીપર ક્લાસનો કોચ જોડવામાં આવશે.
- ટ્રેન નંબર 19223/19224, અમદાવાદ-જમ્મુ તાવી-અમદાવાદ એક્સપ્રેસમાં અમદાવાદથી 2.07.2023થી અને જમ્મુ તાવીથી 6.07.2023થી 01 સ્લીપર ક્લાસનો કોચ જોડવામાં આવશે
જોધપુર ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય ના કારણે ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝનના સમદડી-ભીલડી સેક્શનના જેનલ-ભીલડી સ્ટેશનો વચ્ચે ન્યુ સ્ટેશન બ્લોક કમિશનિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ ના કારણે ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
જે આ પ્રકારે છે.
- તારીખ 02.07.2023 ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
- તારીખ 01.07.2023 ની ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
પેસેન્જર સ્પેશિયલ ટ્રેનોના અમદાવાદ ડિવિઝન પર પરિચાલન સમયમાં આંશિક ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-અમદાવાદ સ્પેશિયલ અને વિરમગામ-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ ટ્રેનોના અમદાવાદ ડિવિઝન પર પરિચાલન સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
- તા. 2 જુલાઈ 2023 થી ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનો આગમન-પ્રસ્થાનનો સમય વિરમગામ સ્ટેશન પર 07:40/07:42 કલાકને બદલે 07:20/07:22 કલાકે અને ચાંદલોડિયા સ્ટેશન પર 08:20/08:22 કલાકને બદલે 08:06/08:08 કલાકે રહેશે
- તા. 3 જુલાઈ 2023 થી ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ ટ્રેનનો આગમન-પ્રસ્થાનનો સમય જખવાડા સ્ટેશન પર 07:59/08:01 કલાકને બદલે 07:57/07:58 કલાકે, છારોડી સ્ટેશન પર 08:11/08:13 કલાકને બદલે 08:08/08:09 કલાકે, સાણંદ સ્ટેશન પર 08:24/08:26 કલાકને બદલે 08:19/08:20 કલાકે, આંબલી રોડ સ્ટેશન પર 08:36/08:38 કલાકને બદલે 08:30/08:31 કલાકે, ચાંદલોડિયા સ્ટેશન પર 08:45/08:47 કલાકને બદલે 08:43/08:45 કલાકે, સાબરમતી સ્ટેશન પર 08:55/09:20 કલાકને બદલે 09:00/09:02 કલાકે રહેશે. આ બંને ટ્રેનોના અમદાવાદ સ્ટેશન પર આગમનનો સમય યથાવત રહેશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:21 pm, Thu, 29 June 23