‘મોદી’ અટકના નિવેદન મુદ્દે રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા સુરતની કોર્ટને ગુજરાત હાઇકોર્ટે કર્યો હુકમ, જાણો સમગ્ર ઘટના

રાહુલ ગાંધી સામે કરેલા બદનક્ષીના કેસમાં પેનડ્રાઇવને  પુરાવો માનીને નોંધવામાં આવે તે પ્રકારની પૂર્ણેશ મોદીએ માંગણી કરી હતી. તે સમયે સુરત જિલ્લા અદાલતે પૂર્ણેશ મોદીની અરજીને ફગાવી હતી. અરજી ફગાવતા પૂર્ણેશ મોદીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

મોદી અટકના નિવેદન મુદ્દે રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા સુરતની કોર્ટને ગુજરાત હાઇકોર્ટે કર્યો હુકમ, જાણો સમગ્ર ઘટના
| Edited By: | Updated on: Feb 22, 2023 | 8:10 AM

રાહુલ ગાંધી સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી બદનક્ષી અંગેની અરજી પાછી ખેંચાઈ છે. નોંધનીય છે કે આ અરજી સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરી હતી.  ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. તેમજ કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા સુરતની ટ્રાયલ કોર્ટને હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

રાહુલ ગાંધીએ આપ્યું હતું આ વિવાદાસ્પદ નિવેદન

રાહુલ ગાંધી દ્વારા બે વર્ષ અગાઉ  લોકસભાની ચૂંટણી  સમયે સભાઓને ગજાવતા ટિપ્પણી કરવામાં આવી હતી કે મોદી અટક વાળા તમામ લોકો ચોર કેમ હોય છે. જેમાં તેમણે લલિત મોદી, નીરવ મોદી આ બધા જ મોદીઓ ચોર છે. આ નિવેદનને ધ્યાનમાં રાખીને સુરતના તે સમયના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને બદનક્ષીનો દાવો માંડવામાં આવ્યો હતો.

આ નિવેદન બાદ દાવો માંડતા રાહુલ ગાંધી સામે કરેલા બદનક્ષીના કેસમાં પેનડ્રાઇવને  પુરાવો માનીને નોંધવામાં આવે તે પ્રકારની પૂર્ણેશ મોદીએ માંગણી કરી હતી. તે સમયે સુરત જિલ્લા અદાલતે પૂર્ણેશ મોદીની અરજીને ફગાવી હતી. અરજી ફગાવતા પૂર્ણેશ મોદીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે આપેલા નિવેદનને લઈ દાવો કર્યા હતો.જોકે હવે પૂર્ણેશ મોદીએ હાઇકોર્ટમાંથી અરજી પાછી ખેંચી છે.

પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમાવાલાએ જાહેર કરી વિગતો

પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમાવાલાએ કોર્ટનો હુકમ રજૂ કરતા જણાવ્યું હતું કે શ્રી રાહુલ ગાંધીના વધારાના નિવેદન સમયે પેન ડ્રાઇવ જોવા બાબતે અને તે અંગે વધારાનું નિવેદન લેવા બાબતે રજૂઆત કરવામાં આવેલ જ રજૂઆત નામંજૂર કરવામાં આવેલ તે હુકમ વિરૂદ્ધ ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવેલ જે અરજીના અનુસંધાને નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવેલ, જે અરજીના અનુસંધાને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા નામદાર નીચલી અદાલતમાં રૂબર ચાલી રહેલ કેસની કાર્યવાહી સ્થગિત કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

તેમણે સત્તા વાર રીતે પોતાના લેટરહેડ પર જણાવ્યું હતું કે હુકમ વિરૂદ્ધ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કરેલ અરજી પરત ખેંચી લીધેલ છે. કારણ કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસંધાને ટ્રાયલ કોર્ટની કાર્યવાહી ચાલી રહેલ નથી. અને કેસની આખરી દલીલ માટે મુદત માંગતા હવે પછી તારીખ 27-02-23ના રોજ ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી તર્ફે વકીલ કેતન રેશમાવાલા બદનક્ષીના કેસમાં રૂબરૂ દલીલ કરશે.

Published On - 7:56 am, Wed, 22 February 23