PSM100: સંતો દ્વારા કરવામાં આવેલી કીતર્ન આરાધનામાં હરિભક્તો બ્રહ્માનંદમાં થયા તરબોળ, લોકોએ લગાવ્યા વન્સ મોરના નારા

|

Jan 14, 2023 | 2:35 PM

સંતો દ્વારા રજૂ કરવામાં આવેલા ભક્તિસભર કિર્તન માટે વન્સ મોર, વન્સમોરની લોકોએ બૂમો પાડી હતી. તો ઘણા હરિભક્તો એવા હતા જેઓ વિવિધ કીર્તનો સાંભળીને સભાખંડમાં લોકોએ કીર્તન સાથે ગરબા કર્યા હતા, તો  સ્ટેજ ઉપર હાજર સંતો  પણ હરિરસમાં ડૂબી ગયા હતા અને ગરબા રમીને પોતાની ભક્તિ અદા કરી હતી.

PSM100: સંતો દ્વારા કરવામાં આવેલી કીતર્ન આરાધનામાં હરિભક્તો બ્રહ્માનંદમાં થયા તરબોળ, લોકોએ લગાવ્યા વન્સ મોરના નારા
PSM 100 sant kirtan aradhan

Follow us on

બી. એ. પી. એસ.ના સંગીતજ્ઞ સંતવૃંદ દ્વારા કીર્તન ભક્તિની વિશિષ્ટ પ્રસ્તુતિ કરવામાં આવી  હતી.  જેમાં સંતો દ્વારા રજૂ કરવામાં આવેલા કીતર્નો દ્વારા લોકો ભક્તિસંગીતના આનંદમાં ડૂબી ગયા હતા. શતાબ્દી મહોત્સવમાં ઉજવાયેવા વિવિધ ખાસ દિવસો પૈકી સમાપન પહેલા સાંજની સભામાં સંતો દ્વારા કીર્તન આરાધના રજૂ કરવામાં આવી હતી. જેમાં સંતો દ્વારા રજૂ કરવામાં આવેલા ભક્તિસભર કીર્તન માટે વન્સ મોર, વન્સમોરની લોકોએ બૂમો પાડી હતી તો ઘણા હરિભક્તો એવા હતા, જેઓ વિવિધ કીર્તનો સાંભળીને સભાખંડમાં લોકોએ કીર્તન સાથે ગરબા કર્યા હતા.

સંત કીર્તન આરાધનાના વિશેષ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, જાણીતા ગાયક મનહર ઉધાસ, પ્રખ્યાત વાયોલિનવાદક અને સંગીત નિર્દેશક નારાયણ મણિ તેમજ સંગીત નિર્દેશક શ્યામલ મુનશી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર વિશ્વમાં અનેકવિધ લોક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવા છતાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા. નિરંતર ભક્તિમય રહેતા પ્રમુખસ્વામી મહારાજ તો કથા અને અને કીર્તનના પરમ અનુરાગી હતા. તેઓ વારંવાર કહેતા હતા કે કથા અને કીર્તન તો આત્માનો ખોરાક છે. તેઓ હમેશા કથા-સત્સંગ-ભક્તિ-કીર્તનને અમૃત કહેતા હતા. તેથી જ સંતો દ્વારા વિશેષ કીર્તન આરાધના રજૂ કરવામાં આવી હતી. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અક્ષર અમૃતમ એપ્લિકેશનમાં 2000 કરતાં વધુ કીર્તન

શતાબ્દી  મહોત્સવના ઉપક્રમે  બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘અક્ષર અમૃતમ્’  વિશિષ્ટ એપ્લિકેશન બનાવવામાં આવી, જેમાં કુલ 2000 કરતાં વધારે કીર્તન બનાવવામાં આવ્યા છે જેમાં 900 કરતાં વધુ કથા અને 6000થી વધુ ઓડિયો બુક્સ ટ્રેકસ વગેરે મળીને આશરે 9000 જેટલા ઓડિયો ટ્રેક્સ નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવ્ય છે.

વિવિધ કીર્તનો માટે લાગ્યા વન્સ મોરના નારા

સંતો દ્વારા રજૂ કરવામાં આવેલા ભક્તિસભર કિર્તન માટે વન્સ મોર, વન્સમોરની લોકોએ બૂમો પાડી હતી. તો ઘણા હરિભક્તો એવા હતા જેઓ વિવિધ કીર્તનો સાંભળીને સભાખંડમાં લોકોએ કીર્તન સાથે ગરબા કર્યા હતા, તો  સ્ટેજ ઉપર હાજર સંતો  પણ હરિરસમાં ડૂબી ગયા હતા અને ગરબા રમીને પોતાની ભક્તિ અદા કરી હતી.

શતાબ્દી મહોત્સવમાં  દેશ વિદેશના બાળકો તેમજ યુવકોએ પણ  કીર્તન આરાધના રજૂ કરી હતી , જેમાં 30 ભારતીય વાદ્યો સાથે કીર્તનો રજૂ કરવામાં આવ્યા હતા.   તેમાં 19 દેશોના યુવકો અને બાળકો  જોડાયા હતા.

Published On - 12:47 pm, Sat, 14 January 23

Next Article