PSM 100: કોરોનાના કેસ વધતા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં જનારા ભાવિકો માટે જાહેર કરાઈ આ ગાઈડલાઈન

|

Dec 23, 2022 | 11:04 PM

હાલ ચીનમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેને જોતા ફરી વિશ્વ કોરોનાને લઈને સાબદુ થઈ ગયુ છે અને નિયમો કડક કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં જનારા ભાવિકો માટે પણ કોવિડ ગાઈડલાઈન જાહેર કરાઈ છે

PSM 100: કોરોનાના કેસ વધતા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં જનારા ભાવિકો માટે જાહેર કરાઈ આ ગાઈડલાઈન

Follow us on

ચીનમાં કોરોનાના કેસમાં એકાએક જબ્બર ઉછાળો આવતા વિશ્વભરના દેશો કોરોનાને લઈને સાવચેતી વર્તી રહ્યા છે. જેમા ભારત સરકાર દ્વારા પણ કોવિડ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. તેમજ ગુજરાત સરકાર પણ સતર્ક થઈ છે.  આ તરફ અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં રોજના હજારો લોકો આવી રહ્યા છે. ત્યારે હાલની સ્થિતિને ધ્યાને રાખી BAPS દ્વારા પણ કોવિડ ગાઈલાઈન જાહેર કરાઈ છે. જેનુ 26 12 2022 સોમવારથી અમલીકરણ કરવામાં આવશે.

વિશ્વભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા વિમર્શને લક્ષમાં લઈને, જાહેર જનહિત માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધારનાર ભક્તો-ભાવિકો માટે આગોતરી ગાઈડ લાઇન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ  જાહેર કરી છે.

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જતા પહેલા ખાસ વાંચો આ ગાઈડલાઈન:

  1.  મહોત્સવની સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકો અવશ્ય માસ્ક પહેરશે, સાથે સાથે મહોત્સવની દર્શન-યાત્રાએ પધારનાર સર્વે દર્શનાર્થીઓને પણ માસ્ક અવશ્ય પહેરવા વિનંતી છે. મહોત્સવ સ્થળ – પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રવેશ મેળવવા માટે માસ્ક પહેરવાનો ફરજિયાત છે.
  2.  મહોત્સવ મહદ અંશે વિશાળ અને ખુલ્લા વાતાવરણમાં છે, આથી સોશ્યલ ડિસ્ટન્સ રાખીને મહોત્સવનો લાભ લેવો.
  3. Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
    Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
    Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
    અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
    Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
    Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
  4.  એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું, નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ રાખવો.
  5.  શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનાર વ્યક્તિએ મહોત્સવમાં ન્ જ આવવું.
  6.  મોટી ઉંમર અને નાજુક સ્વાસ્થ્ય કે કો-મોરબિડ લક્ષણ (હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, કિડની ડીસીઝ વગેરે) ધરાવતી વ્યક્તિઓએ ભીડમાં આવવાનું ટાળવું,
  7. . હવે પછી વિદેશથી મહોત્સવમાં આવનાર ભક્તોએ અવશ્ય કોરોના ટેસ્ટ કરાવવો અને તબીબોની સલાહ લેવી.
  8.  મહોત્સવમાં ઠેર ઠેર સ્વચ્છ ટોઇલેટ બ્લોક્સ રાખવામાં આવ્યા છે, ત્યાં સાબુ અને હેન્ડ સેનિટાઈઝર રાખવામાં આવ્યા છે, તેનો ઉપયોગ કરવો અને પોતાના હાથ સમયે સમયે સ્વચ્છ રાખવા.
  9.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ, કોરોનાથી ગભરાવાની જરૂરિયાત નથી પરંતુ સાવધાની અવશ્ય રાખીએ, વેક્સિનનો કોઈ ડોઝ લેવાનો બાકી હોય તો તે વહેલામાં વહેલી તકે લઈ લઈએ.
  10.  સરકાર તથા જાહેર સ્વાસ્થ્ય સંસ્થાઓની ગાઈડ લાઇન મુજબ જાહેર જનહિત માટે જે તે સમયે જરૂરી પગલાં લેવામાં આવશે.

Published On - 11:04 pm, Fri, 23 December 22

Next Article