ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન મુદ્દે સ્થાનિકોના દેખાવો, રાજકીય પક્ષોએ વોટ માંગવા ન આવવાના પોસ્ટર લગાવ્યાં

|

Jul 03, 2022 | 4:26 PM

પ્રશ્નનો ઉકેલ નહિ આવે તો આગામી દિવસમાં સ્થાનિકોએ અન્ય કાર્યક્રમ આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન મુદ્દે સ્થાનિકોના દેખાવો, રાજકીય પક્ષોએ વોટ માંગવા ન આવવાના પોસ્ટર લગાવ્યાં
protest of locals on the issue of Gujarat Housing Board building

Follow us on

અમદાવાદ (Ahmedabad)  ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board) ના મકાન મુદ્દે સ્થાનિકો લડી લેવાના મૂડમાં છે. સ્થાનિકોએ પોસ્ટર (poster) વોર શરૂ કર્યું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાનના રી ડેવલપમેન્ટ પોલિસીને લઈને સ્થાનિકોમાં અવઢવમાં છે. આ અવઢવ દુર કરવા સરકાર સાથે વાટાઘાટો કરી  છે. આ વાટાઘાટો છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ પોસ્ટર વોર શરૂ કર્યું છે. જેમાં આજે માનવ સાંકળ બનાવીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. તેઓએ જે પોસ્ટર બનાવ્યાં છે તેમાં તેમના પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષો (political parties) એ વોટ માંગવા આવવું નહિ તેવો પણ પોસ્ટરમાં ઉલ્લેખ કર્યો છે. પ્રશ્નનો ઉકેલ નહિ આવે તો આગામી દિવસમાં સ્થાનિકોએ અન્ય કાર્યક્રમ આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકોનું કહેવું છે કે એકતા એપાર્ટમેન્ટ જ્યાં બન્યા ત્યાં ટાંકી પડી હતી અને કેટલાકના મોત થયા બાદ રી ડેવલપમેન્ટ કરાયુ હતું. શુ અધિકારી તેવી ઘટનાની રાહ જોઈ રહ્યા છે? સ્થાનિકોએ રી ડેવલપમેન્ટ માટે તૈયાર હોવાનું જણાવી રી ડેવલપમેન્ટનો વિરોધ નહિ પણ પોલિસી.ના કેટલાક મુદાનો વિરોધ હોવાનું જણાવી તેમાં જરૂરી નિવેડો લાવવા માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 1 લાખ કરતાં પણ વધારે મકાન આવેલાં છે. જ્યાં ગેરકાયદે બાંધકામ પણ થયા છે. જે દૂર કરવા મકાન માલિકોને અગાઉ નોટિસો પણ અપાઈ. જોકે તેનો વિવાદ સર્જાતા સરકારે હાલ પૂરતી તે નોટિસ પર કાર્યવાહી કરવાનું મોકૂફ રખાયું છે. તેમજ હાઉસિંગ બોર્ડના મકાનોના રી ડેવલપમેન્ટ ને લઈને કેટલાક સ્થાનિકો દવારા નારાણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઉદ્ઘાટન વખતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર આપી ઘટતું કરવા રજુઆત કરી. જેમાં મંત્રીએ પણ ધ્યાન દોરવા ખાતરી આપી. એટલુ જ નહીં પણ જો રી ડેવલપમેન્ટની પોલિસી માં સુધારો નહિ આવે તો આગામી દિવસમાં વિવિધ  એસોસિએશન અને ફેડરેશન રેલી. ધરણા જેવા કાર્યક્રમો આપી શકે તેવી પણ તૈયારી દર્શાવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગમી દિવસમાં રી ડેવલપમેન્ટને લઈને શુ નિર્ણય લેવાય છે. અને સ્થાનિકોના હિતમાં પોલિસી જાહેર થાય છે કે પછી સ્થાનિકોએ જ સરકારની પોલિસીમાં ઢળવુ પડશે.

 

આ પણ વાંચો

Published On - 3:59 pm, Sun, 3 July 22

Next Article