Ahmedabad : રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો આંદોલનના માર્ગે, પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા રણનીતિ ઘડાઈ

|

Jan 23, 2022 | 4:52 PM

2021માં લોકડાઉનના સમયગાળામાં શિક્ષણ વિભાગ દ્વારા પાછલી અસરથી હિન્દી CCC+ પરીક્ષા ફરજિયાત પાસ કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેના કારણે અવસાન પામેલાં અધ્યાપકોનું પેન્શન અટવાયું છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો ફાજલનું રક્ષણ આપવાની માંગ છે.

Ahmedabad : રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો આંદોલનના માર્ગે, પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા રણનીતિ ઘડાઈ
Professors of state government and grant aided colleges through agitation

Follow us on

Ahmedabad :  રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના (Government College)અધ્યાપકો પડતર પ્રશ્નોનો (Costing questions) છેલ્લા પાંચ વર્ષથી ઉકેલ ના આવતા રોષે ભરાયા છે. પડતર પ્રશ્નોને લઈને નરોડા ખાતે અધ્યાપક મંડળના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં સરકાર સામે આંદોલન (Movement)કરવાની રણનીતિ (Strategy)ઘડવામાં આવી છે. પડતર પ્રશ્નોને લઈ અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરતા હોવાનો અધ્યાપકોએ આક્ષેપ કર્યો છે. પડતર પ્રશ્નોને લઈને રાજ્યના તમામ યુનિવર્સિટીઓના અધ્યાપક મંડળો એક પ્લેટફોર્મ પર આવ્યા છે.

અધ્યાપકો વિવિધ પ્રશ્નોને લઇને નિરાકરણ ઇચ્છે છે

અધ્યાપકોના પડતર પ્રશ્નોમાં છેલ્લા પાંચ વર્ષથી 1500થી વધારે અધ્યાપકોના પ્રમોશન અટકાવવામાં આવ્યા છે. પ્રમોશન માટે કેરિયર એડવાન્સ સ્કીમ સ્થગિત કરવામાં આવી છે. જેના કારણે 1500થી વધારે અધ્યાપકો પ્રમોશનથી વંચિત છે. ખંડ સમયના 150થી વધુ અધ્યાપકો કાયમી કરવામાં નથી આવતા. ખંડ સમયના અધ્યાપકો 6થી 15 હજારના ફિક્સ પગારથી કામ કરે છે. 2017માં વિધાનસભામાં સરકારે ખંડ સમયના અધ્યાપકોને કાયમી કરવાની ખાતરી આપી હતી.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

અધ્યાપક સહાયકોની ફિક્સ પગારની પાંચ વર્ષની નોકરી સળંગ ગણવાની માંગ છે. આ તમામ પ્રશ્નોને લઈને અધ્યાપકોમાં ભારે રોષ છે.

2021માં લોકડાઉનના સમયગાળામાં શિક્ષણ વિભાગ દ્વારા પાછલી અસરથી હિન્દી CCC+ પરીક્ષા ફરજિયાત પાસ કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેના કારણે અવસાન પામેલાં અઘ્યાપકોનું પેન્શન અટવાયું છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો ફાજલનું રક્ષણ આપવાની માંગ છે. અધ્યાપક સહાયકોની ફિક્સ પગારની પાંચ વર્ષની નોકરી સળંગ ગણવાની માંગ છે. આ તમામ પ્રશ્નોને લઈને અધ્યાપકોમાં ભારે રોષ છે. અને એક મહિનામાં સરકાર કોઈ ઉકેલ નહીં લાવે તો રાજ્યની તમામ કોલેજોમાં આંદોલન શરૂ થશે.

આ પણ વાંચો : UP Election 2022: ઓપિનિયન પોલ દર્શાવવો એ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન, એસપીએ ECને પ્રતિબંધ મૂકવાની કરી માગ

આ પણ વાંચો : UP Assembly Elections 2022: આ વ્યક્તિ 94 વખત ચૂંટણી હારી ચૂક્યો છે, આ વખતે યુપીની બે સીટ પરથી ચૂંટણી લડશે

Published On - 4:46 pm, Sun, 23 January 22

Next Article