PM નરેન્દ્ર મોદી 22મી ઓક્ટોબરે રોજગાર મેળા અંતર્ગત 10 લાખ કર્મચારીઓ માટે ભરતી ઝુંબેશનો પ્રારંભ કરાવશે

|

Oct 21, 2022 | 6:36 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ઓક્ટોબરે રોજગાર મેળા અંતર્ગત 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાનની શરૂઆત કરશે. આ પ્રસંગે પીએમ મોદી રોજગાર મેળા હેઠળ સરકારી નોકરીઓમાં નવી ભરતી કરનારાઓને સંબોધિત કરશે. પ્રથમ તબક્કામાં 75,000 નવી નિમણુક કરવામાં આવશે.

PM નરેન્દ્ર મોદી 22મી ઓક્ટોબરે રોજગાર મેળા અંતર્ગત 10 લાખ કર્મચારીઓ માટે ભરતી ઝુંબેશનો પ્રારંભ કરાવશે
PM Narendra Modi
Image Credit source: FILE PHOTO

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 22મી ઓક્ટોબરે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રોજગાર મેળા (Employment Fair) થી 10 લાખ કર્મચારીઓની ભરતી ઝુંબેશની શરૂઆત કરશે. સમારોહ દરમિયાન 75,000 નવા નિમણુક પામેલાઓને નિમણુક પત્રો આપવામાં આવશે. આ પ્રસંગે પીએમ નવા નિયુક્ત થયેલા લોકોને પણ સંબોધિત કરશે. નિમણુક કરનારાઓ દેશના વિવિધ ભાગોમાં 50 સ્થાનો પર હાજર રહેશે. જેનું આયોજન વિવિધ મંત્રાલયો તેમજ વિભાગો દ્વારા કરવામાં આવશે. આ સમારોહમાં દરેક સ્થાન પર કેન્દ્રીય મંત્રી હાજર રહેશે.

અમદાવાદ અને વડોદરામાં રોજગાર મેળાનું આયોજન

આ સંબંધમાં પશ્ચિમ રેલવે પર અમદાવાદ અને વડોદરા ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લગભગ 155 રિક્રુટ્સ હાજર રહેશે, જેમાંથી 94 રિક્રુટ્સ રેલવેના છે. તો સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ વડોદરા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લગભગ 116 રિક્રુટ્સ હાજર રહેશે, જેમાંથી 50 રિક્રુટ્સ રેલવેના છે. નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રો બંને સ્થાનો પર મહાનુભાવો દ્વારા આપવામાં આવશે.

યુવાનો માટે નોકરીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે પ્રધાનમંત્રીની સતત પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું હશે. પ્રધાનમંત્રીના નિર્દેશો મુજબ, તમામ મંત્રાલયો અને વિભાગો મિશન મોડમાં મંજૂર પોસ્ટ્સ સામે હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ ભારત સરકારના 38 મંત્રાલયો/વિભાગોમાં જોડાશે. નિમણૂંક પામેલાઓ વિવિધ સ્તરે સરકારમાં જોડાશે જેમ કે, ગ્રુપ – A, ગ્રુપ – બી (રાજપત્રિત), ગ્રુપ – બી (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ – સી. જે જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી રહી છે તેમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ પર્સોનલ, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, MTS વગેરેનો સમાવેશ થાય છે.

આ ભરતીઓ મિશન મોડમાં મંત્રાલયો અને વિભાગો દ્વારા અથવા તો UPSC, SSC, રેલવે ભરતી બોર્ડ જેવી ભરતી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઝડપી ભરતી માટે, પસંદગી પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી છે અને તકનીકી સક્ષમ બનાવવામાં આવી છે. આ કાર્યક્રમ યુવાનોને નોકરીની તકો પુરી પાડવા અને નાગરિક કલ્યાણની ખાતરી કરવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. નાગરિક કલ્યાણની ખાતરી કરવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. પશ્ચિમ રેલવે પર અમદાવાદ અને વડોદરા સહિત વિવિધ સ્થળોએ નવી નિમણુક પામેલ ભરતીઓને નિમણુક પત્રો આપવામાં આવશે.

ઈનપુટ ક્રેડિટ- દર્શલ રાવલ- અમદાવાદ

Next Article