કિશન ભરવાડની હત્યા અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સવાલ ઉઠાવ્યા, કહ્યું 26મી જાન્યુઆરીનું એલર્ટ છતાં હથિયારો કેમ આવ્યા?

| Edited By: | Updated on: Jan 30, 2022 | 3:18 PM

ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા અંગે મોડે મોડે કોંગ્રેસ જાગી છે, આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ગુનેગારોને સજાની માગ સાથે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા હતા અને ભાજપ પર લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો

ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા અંગે મોડે મોડે કોંગ્રેસ જાગી છે, આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ગુનેગારોને સજાની માગ સાથે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા કર્યા હતા અને ભાજપ પર લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.

ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુનેગારોને સખત સજા કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે પણ 26મી જાન્યુઆરીનું રેડ એલર્ટ હોવા છતાં હથિયારો કેમ આવ્યા? સરકાર પાકિસ્તાન કનેક્શનની વાત કરે છે તો 26મી જાન્યુઆરીનું રેડ એલર્ટ ક્યાં ગયું? આ પહેલો એપિસોડ છે, હજુ ઘણું થવાનું છે. બનાવ બાદ વીડિયો બનાવ્યા અને ભાજપ સાથે જોડાયેલા સંગઠનો લોકોને ઉશ્કેરે છે. ગોધરાકાંડ પછી જેલમાં ગયેલા લોકોના પરિવારને શું તકલીફ પડી તેની કોઈએ ચિંતા નથી કરી. બનાવ અને બનાવ બાદની ઘટનાઓ અંગે કોંગ્રેસ પક્ષ ગંભીર છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિતે કોંગ્રેસે પ્રાર્થના સભા યોજી હતી. કોંગ્રેસ ભવન ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જેમાં પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર સહિત નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે ગાંધીની હત્યાની વિચારધારા સામે અમે લડીશું. ધર્મ, જાતિ, ભાષાના નામે ભાગલા પડવાની વિચારધારા સામે અને લડીશું. આજે પણ દેશમાં ગાંધીજીના વિચારોની વિરૂદ્ધની વિચારધારાવાળા લોકો છે. 2જી ઓક્ટોબરને સમગ્ર વિશ્વ શાંતિ દિવસ તરીકે માને છે. આપણાં દેશને જે ગેરમાર્ગે દોરે છે તે તમામ લોકો અને તેની વિચારધારા સામે અમારી લડાઈ છે.

શહીદ દિનના પરિપત્રમાં સરકારે ગાંધીજીના નામનો ઉલ્લેખ જ ન કર્યો

30 જાન્યુઆરી શહીદ દિનની ઉજવણી કરવા શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં દેશ માટે શહીદ થયેલા જવાનોને બે મિનિટ મૌન પાળીને શહીદોના બલિદાનને સન્માન આપવા જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમો કરવા સૂચના આપવામાં આવી છે. પરિપત્રમાં ગાંધીજીના નામનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ તરીકે પણ ઉજવાય છે. ત્યારે શિક્ષણ વિભાગના પરિપત્ર અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના પરિપત્રમાં ગાંધીજીના નામનો ઉલ્લેખ નથી કરાયો. ભાજપ સરકાર ગાંધીજીથી ડરે છે. ગાંધીજી ભાજપની ગુજરાત સરકારને ડરાવે છે.

આ પણ વાંચોઃ કિશન ભરવાડ હત્યા કેસ: દિલ્હીના મૌલવી કમર ગનીની ATSએ કરી ધરપકડ, ધંધુકા ગામ સજ્જડ બંધ જોવા મળ્યુ

આ પણ વાંચોઃ ધંધુકા કિશન ભરવાડ હત્યા મામલે માલધારી સમાજનો વિરોધ, સી.આર, પાટિલે કહ્યું, “ગુજરાતની શાંતિ ડોહળવાના કોઈ પણ પ્રયત્નો સાંખી નહીં લેવાય”