અમદાવાદમાં સિક્યુરિટી એજન્સીઓ સામે પોલીસની કડક કાર્યવાહી, ભૂતિયા એજન્સીઓનો પર્દાફાશ

અમદાવાદ પોલીસે સિક્યુરિટી એજન્સીઓ સામે કડક તપાસ શરૂ કરી છે. આનંદનગર દુષ્કર્મ કેસ બાદ થયેલી આ કાર્યવાહીમાં "ભૂતિયા" એજન્સીઓ, નોંધણીકૃત ઓફિસની જગ્યાએ રહેઠાણ અને તાળાબંધ ઓફિસો મળી આવી છે.

અમદાવાદમાં સિક્યુરિટી એજન્સીઓ સામે પોલીસની કડક કાર્યવાહી, ભૂતિયા એજન્સીઓનો પર્દાફાશ
| Updated on: Aug 12, 2026 | 8:15 PM

અમદાવાદમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવાતી અનિયમિતતાઓનો પર્દાફાશ કરવા માટે પોલીસે સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં આનંદનગર વિસ્તારમાં એક યુવતી પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા થયેલા દુષ્કર્મની ઘટના બાદ રાજ્ય પોલીસ વડાએ ગુજરાતની તમામ સિક્યુરિટી એજન્સીઓની તપાસના આદેશ આપ્યા હતા. જેના અનુસંધાને અમદાવાદ SOG દ્વારા શહેરભરમાં સિક્યુરિટી એજન્સીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. આ તપાસમાં ભૂતિયા સિક્યુરિટી એજન્સીઓ, ખોટા સરનામા અને તાળાબંધ ઓફિસો જેવી ગંભીર ગેરરીતિઓ સામે આવી છે.

પોલીસ ટીમો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સિક્યુરિટી એજન્સીઓની નોંધણીકૃત ઓફિસોની રૂબરૂ મુલાકાત લઈ દસ્તાવેજો, નોંધાયેલા ગાર્ડ્સની વિગતો અને અન્ય જરૂરી માહિતીની ચકાસણી કરી રહી છે. Tv9 ની ટીમે પણ પોલીસની આ કાર્યવાહીનું રિયાલિટી ચેક કર્યું, જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા. અનેક સિક્યુરિટી એજન્સીઓના રજિસ્ટર્ડ એડ્રેસ પર ઓફિસને બદલે રહેઠાણના સરનામા મળી આવ્યા હતા. કેટલીક ઓફિસો તો કાયમ માટે તાળાબંધ જોવા મળી હતી, જે સિક્યુરિટી એજન્સીઓની કામગીરી અને પારદર્શિતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.

આ તપાસ દરમિયાન, નારોલ પાસે આવેલી સિક્રોન સિક્યુરિટી એજન્સીનો એક ચોક્કસ કિસ્સો સામે આવ્યો છે. આ એજન્સીનું રજિસ્ટર્ડ સરનામું “502 પ્રતિભા પ્લસ, નારોલ ગામ ક્રોસ રોડ” દર્શાવવામાં આવ્યું છે, પરંતુ સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે આ ઓફિસ છેલ્લા બે વર્ષથી બંધ છે અને AMC દ્વારા ટેક્સ ન ભરવા બદલ તેને સીલ કરી દેવામાં આવી છે. આવા અનેક કિસ્સાઓ છે જ્યાં સિક્યુરિટી એજન્સીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે, અને તેમનું કોઈ વાસ્તવિક ઓપરેશનલ સરનામું નથી.

અમદાવાદ SOG દ્વારા આવી તમામ સિક્યુરિટી એજન્સીઓ સામે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે સિક્યુરિટી એજન્સીઓના સરનામા ખોટા છે અથવા તો ઓફિસો તાળાબંધ છે, તેમના સંચાલકોને બોલાવી પૂછપરછ કરવામાં આવશે. જો કોઈ એજન્સી પાસે કાયદેસરના દસ્તાવેજો નહીં હોય, લાયસન્સ રિન્યુ નહીં થયા હોય, અથવા તો અન્ય ગેરરીતિઓ જણાશે, તો તેમના લાયસન્સ રદ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત, પોલીસ સિક્યુરિટી ગાર્ડ્સની સંખ્યા, તેમના PFની વિગતો અને અન્ય સંબંધિત માહિતીની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય સિક્યુરિટી એજન્સીઓની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને તેમની દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે. શહેરની સુરક્ષા વ્યવસ્થા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભવિષ્યમાં આવી ગેરરીતિઓને રોકવામાં મદદરૂપ થશે.

અમેરિકામાં હવે પેપર ઇમિગ્રેશન નાબૂદ? ભારતીયોને ગ્રીન કાર્ડથી સિટીઝનશીપ સુધી શું શું બદલાયું

Follow Us
Loading...
Unable to load recommendations.