Gujarati NewsGujaratAhmedabad Police issued a notification regarding Lord Jagannath Rath Yatra know which routes will be closed
Ahmedabad : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, જાણો કયા કયા રુટ રહેશે બંધ
રથયાત્રાના દિવસે અમદાવાદના કેટલાક રુટ પર બંધ રાખવામાં આવ્યા છે અને તેના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Follow us on
Ahmedabad :અમદાવાદમાં 20 જૂન એટલે કે અષાઢી બીજે ભગવાન જગન્નાથની (Lord Jagannath) 146મી રથયાત્રા નીકળવાની છે. આ વર્ષે ભગવાન જગન્નાથ નવા રથ પર સવાર થઇને નગર ચર્યાએ નીકળવાના છે. ત્યારે રથયાત્રાને લઇને પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં રથયાત્રાના દિવસે અમદાવાદના કેટલાક રુટ પર બંધ રાખવામાં આવ્યા છે અને તેના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ -33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને 19 જૂન 2023 ના કલાક રાત્રે 12 કલાકથી 20 જૂન 2023ના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.