31 માર્ચે IPLની મેચની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજવવાની છે જેને લઈને સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક ના થાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.સ્ટેડિયમમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 3 હજાર જવાન તૈનાત રહેશે..આ ઉપરાંત પાર્કિંગની અગવડ ના પડે તે માટે 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે..પાર્કિંગ પ્લોટથી સ્ટેડિયમ સુધી પહોચવા આ વખતે ફ્રી શટલ સર્વિસ પણ રાખવામાં આવી છે.IPL સિરીઝ દરમિયાન સ્ટેડિયમ નજીક આવેલ જનપથ ટી થી મોટેરા સુધી રોડ બંધ રહેશે.જેને લઈ શહેર પોલીસ કમિશનર જાહેરનામું પાડ્યું છે.
અમદાવાદમાં 31 માર્ચે IPL શરૂ થવાની છે જે માટે પોલીસે જે પ્લાન બનાવ્યો છે..જેમાં સ્ટેડિયમાં 5 DCP,10 ACP સહિત 3 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે.આ ઉપરાંત 800 જેટલા ખાનગી સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત રહેશે..બપોરે 2 વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે જેની જગ્યાએ વાહન ચાલકો જનપથથી વિસત ONGC થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકશે.સ્ટેડિયમમાં પ્રેક્ષકોને 3 વાગે એન્ટ્રી આપવાની શરૂ કરી દેવામાં આવશે જેથી બપોરે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી રસ્તો બંધ કરી દેવામાં આવશે.
જેમાં લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે BRTS ની 29 બસ વધારવામાં આવી છે.આ ઉપરાંત AMTS ના રુટ પણ વધારવામાં આવ્યા છે. મેટ્રો પણ રાતે 2:30 વાગ્યા સુધી ચાલશે.દર 8 થી 10 મિનિટે મેટ્રો ટ્રેન આવશે.નોંધનીય છે કે એપ્રિલની તારીખ 9,16,25 અને મે મહિનામાં તારીખ 2,7,15 મે ના રોજ મોટેરા સ્ટેડિયમ IPL મેચ રમાવાની છે.
ટ્રાફિક વિભાગના ડીસીપી નીતા દેસાઈ કહેવું છે કે મેચ દરમિયાન સૌથી વધુ સમસ્યા પાર્કિગની ઉભી થતી હોય છે.જેના પાર્કિંગ માટે ગુજરાત ટાયન્ટન્સ ટીમે શૉ માય પાર્કિંગ રાખ્યું છે..શૉ માય પાર્કિંગના 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેમાં 4 પ્લોટ ટુ વ્હીલર,15 ફોર વ્હીલર માટે છે તથા 1 પાર્કિંગ પ્લોટ VIP પાર્કીંગ માટે છે જે સ્ટેડિયમની અંદર રહેશે..ગેટ નંબર 3થી VIPએન્ટ્રી રહેશે.દર વખતે પાર્કિંગથી સ્ટેડિયમ જવા માટે પ્રેક્ષકોને મુશ્કેલી થાય છે જેથી આ વખતે દૂરના પાર્કિંગથી શટલ સર્વિસ આપવામાં આવશે.
જે પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરશે તેમને પાર્કિંગથી સ્ટેડિયમ નજીકના 1 અને 2 નંબરનાં ગેટ સુધી ફ્રીમાં ઇકો ગાડીમાં ઉતારવામાં આવશે..સ્ટેડિયમમાં સિનિયર સીટીઝન માટે ગોલ્ફ કાર પણ રાખવામાં આવી છે.ત્યારે શહેર પોલીસ દ્વારા મેચ જોવા આવતા પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશન માટે બસ અને મેટ્રોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad ની શિક્ષિકા દર્શના પટેલે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…