Biparjoy Cyclone : વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિ તુષાર શુક્લએ કર્યા વખાણ, PM મોદીએ ટ્વીટ કરી માન્યો આભાર

ગુજરાતના ખ્યાતનામ લેખક-કવિ તુષાર શુકલે વહીવટી તંત્રની કામગીરીના વખાણ કરતી એક કવિતા લખી છે. આ કવિતારૂપે લેખકે વાવાઝોડા સામે તંત્રની ઉત્કૃષ્ટ કામગીરીના પ્રશંસાના ફુલ બાંધ્યા છે. ત્યારે લેખકના પ્રશંસાના ફુલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વધાવ્યા છે.

Biparjoy Cyclone : વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિ તુષાર શુક્લએ કર્યા વખાણ, PM મોદીએ ટ્વીટ કરી માન્યો આભાર
| Edited By: | Updated on: Jun 18, 2023 | 12:34 PM

બિપરજોય વાવાઝોડાએ ( Biparjoy Cyclone)જખૌ બંદર સહિત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોળ્યું છે. ત્યારે તંત્રની અગમચેતી અને હવામાન વિભાગની સચોટ આગાહીને પગલે ગુજરાત સરકાર અને તંત્રએ તોફાન સામે મજબૂત ટક્કર આપી છે. આ મામલે ગુજરાતના ખ્યાતનામ લેખક-કવિ તુષાર શુકલે વહીવટી તંત્રની કામગીરીના વખાણ કરતી એક કવિતા લખી છે. આ કવિતારૂપે લેખકે વાવાઝોડા સામે તંત્રની ઉત્કૃષ્ટ કામગીરીના પ્રશંસાના ફુલ બાંધ્યા છે. ત્યારે લેખકના પ્રશંસાના ફુલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વધાવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેખક તુષાર શુકલની કવિતાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. જેમાં વડાપ્રધાને લખ્યું છેકે ” આવા પ્રતિભાવો વાંચીને સંતોષની લાગણી અનુભવું છું. સુંદર અને સંવેદનાસભર અભિવ્યક્તિ…” ગુજરાતના સમાચાર અહીં વાંચો.

પીએમ મોદીએ તુષાર શુકલની રચના પર કર્યું ટ્વીટ

નોંધનીય છેકે વાવાઝોડામાં સરકારની કામગીરીના કવિએ ખુલ્લા મનથી વખાણ કર્યા છે. જે અંગે ખ્યાતનામ કવિ તુષાર શુક્લએ સોશિયલ મીડિયા પર પોતાની રચના પોસ્ટ કરી છે. ત્યારે PM મોદીએ ટ્વીટ કરીને તુષાર શુક્લની પોસ્ટને આવકારી છે. આ મામલે પીએમ મોદીએ જણાવ્યું છેકે આવા પ્રતિભાવો વાંચીને સંતોષની અનુભૂતિ થાય છે. તુષાર શુક્લએ વાવાઝોડામાં સરકારની કામગીરીની પ્રશંસામાં લખ્યું છેકે, “ટીકા કરીએ તો તિલક પણ કરીએ, સહુને વંદન સાથે અભિનંદન” “મંત્રી સંત્રી તંત્રી સહુને વંદન, સેવારત સહુને અભિનંદન”

વાવાઝોડા દરમિયાન કવિ તુષાર શુકલએ વહીવટીતંત્રના વખાણ કર્યા


આ પણ વાંચો  : Rathyatra 2023 : અમદાવાદ રથયાત્રા પૂર્વે કોર્પોરેશનની કાર્યવાહી, રુટ પરના 5 ભયજનક મકાનો તોડી પડાયા, જુઓ Video

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:45 am, Sun, 18 June 23