ભારત અને ઓસ્ટ્રેલિયાનાં PM ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં મેચ નિહાળશે, સ્ટેડિયમની અંદર અને બહાર પોલીસની બાજ નજર રહેશે

|

Mar 07, 2023 | 1:36 PM

Ahmedabad News : સ્ટેડિમયની અંદર અને સ્ટેડિયમની આજુબાજુ પોલીસ તથા અન્ય એજન્સીઓ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાનાં PM ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં મેચ નિહાળશે, સ્ટેડિયમની અંદર અને બહાર પોલીસની બાજ નજર રહેશે

Follow us on

PM નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન 9 માર્ચે અમદાવાદના મહેમાન બનશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ જોવા બંને દેશના વડાપ્રધાન ગુજરાત આવશે. જેને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. 9 માર્ચે બંને વડાપ્રધાન સ્ટેડિયમ પર એક સાથે ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નિહાળશે.

બંને મહાનુભાવોના અમદાવાદ આગમનને લઇને શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ બંદોબસ્ત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલું હોવાથી તમામ લાઈનમાં ચોક્કસ અંતરે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. સ્ટેડિયમની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સ્ટેડિયમની બહાર સુરક્ષામાં આટલા પોલીસ કર્મી રહેશે ખડેપગે

  • DIG- 1
  • DCP- 11
  • ACP -20
  • PI- 52
  • PSI -112
  • HC/PC/ASI -2855
  • HHMD- 260
  • DFMD- 136
  • ઘોડેસવાર પોલીસ- 12
  • વોકિટોકી- 104
  • દૂરબીન- 39
  • મેગાફોન- 6
  • બેરીકેટ સાથે – 50 પોલીસ તહેનાત

ખાસ વોચ ગોઠવાશે

વિદેશી મહાનુભાવો ITC નર્મદા તથા તાજ સ્કાય લાઈનમાં રોકાવવાના હોવાથી તે હોટલ અને તેની આજુબાજુ પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંને વડાપ્રધાનની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવશે. તો સાથે આસપાસના બિલ્ડિંગ્સ પર વોચ ટાવર બનાવી ત્યાં પણ પોલીસ મૂકાશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા

વડાપ્રધાનના આગમનને લઇને અમદાવાદ એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. અન્ય મહાનુભાવોના આગમનને કારણે એરપોર્ટની સામાન્ય કામગીરી ખોરવાય નહીં અને મુસાફરોને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ખાસ પેટ્રોલિંગ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સ્ટેડિયમમાં પોલીસની રહેશે બાજ નજર

સ્ટેડિમયની અંદર અને સ્ટેડિયમની આજુબાજુ પોલીસ તથા અન્ય એજન્સીઓ દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે. સ્થાનિક વિસ્તારના લિસ્ટેડ ગુનેગારોને પણ સીધા રહેવાની વોર્નિંગ આપી દેવામાં આવી છે. આ સાથે જ અવાર નવાર મેચ દરમિયાન ક્રિકેટ સટોડિયાઓ ઝડપાતા પોલીસ સીસીટીવી અને ખાનગી ડ્રેસમાં પોલીસ ગોઠવી ગુનેગારો પર બાજ નજર રાખશે.

મેચના દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસના પણ 2300 કર્મચારી – અધિકારી તહેનાત રહેશે. જેમાં 1 સંયુકત પોલીસ કમિશનર, 3 ડીસીપી, 9 એસીપી, 20 પીઆઈ, 21 પીએસઆઈ અને ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો મળીને કુલ 2300 પોલીસ કર્મચારી – અધિકારી બંદોબસ્તમાં રહેશે.

આ ઉપરાંત સ્ટેડિયમની આસપાસ વાહન પાર્ક કરવા માટે જે પણ પાર્કિંગ પ્લોટ ફાળવાશે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો તહેનાત રહેશે. તો સાથે જ પોલીસે તે દિવસે ટ્રાફિક જામ ન થાય તે માટે રૂટ ડાયવર્ઝનનો પ્લાન પણ બનાવી દીધો છે. મેચના દિવસે સવારે બહારથી આવનાર 1500 બસોને પાર્કિંગ માટે 23 જગ્યા પર જગ્યા આપવામાં આવી છે. અમદાવાદના તમામ વાહનો અને બસો માટે એક પ્લોટમાં વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત અલગ અલગ જિલ્લાઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

બંને દેશના વડાપ્રધાન માટે ખાસ સુરક્ષા

મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આવવાના હોવાથી સ્ટેડિયમની અંદર જવા માટે થ્રીલેયર સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. જેમાં ગેટ નંબર-1 પરથી બંને ટીમો તેમજ વીવીઆઈપીને એન્ટ્રી મળશે. જ્યારે ગેટ નંબર-2 અને 3 માંથી પ્રેક્ષકો સ્ટેડિયમમાં જઈ શકશે. કોઈપણ પ્રેક્ષક સ્ટેડિયમમાં પાણીની બોટલ કે અન્ય કોઈ વસ્તુ સાથે લઈ જઈ શકશે નહીં. જ્યારે સ્ટેડિયમમાં પ્રવેશનાર દરેકનું હેન્ડ મેટલ ડિટેક્ટર તેમજ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરથી સ્કેનિંગ પણ કરવાની તૈયારી પોલીસે કરી લીધી છે.

Published On - 1:34 pm, Tue, 7 March 23

Next Article