PM Modi Visit Gujarat : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) 11 અને 12 માર્ચ બે દિવસના ગુજરાતના(Gujarat) પ્રવાસે છે. વડાપ્રધાન મોદી GMDC અને સરદાર પટેલ સ્ટેડિયમ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) GMDC ગ્રાઉન્ડ અને સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પંચાયત મહાસંમેલનને સંબોધન કરશે.પંચાયત મહાસંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી ગ્રામપંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહેશે.પંચાયત સંમેલનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી.પંચાયત સંમેલનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિ તથા ધારાસભ્યો અને સાંસદ સભ્યો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.જીએમડીસી ખાતે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.ડોમમાં બેસવા માટે 1 લાખથી વધારે ખુરશીઓ ગોઠવવામાં આવી છે.સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.જીએમડીસી ગ્રાઉન્ડ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
ચાર રાજ્યોની ભવ્ય જીત બાદ બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતન આવી રહ્યાં છે. ત્યારે તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમના સ્વાગત માટે ઠેર ઠેર મોટા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે. ખેલ મહાકુંભનો પ્રારંભ પીએમ મોદીના હસ્તે થવાનો છે. જેના પણ હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા છે. તો એરપોર્ટથી કમલમ સુધીના રૂટ પર અનેક સ્ટેજ બનાવવામાં આવ્યાં છે. સ્ટેજ પર દેશના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી જોવા મળશે.
PM મોદી 11 માર્ચના રોજ 9 કિલોમીટર લાંબો રોડ- શૉ યોજાશે. સવારે PM અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી કમલમમાં જશે. એરપોર્ટથી કોબા સુધી ભવ્ય રોડ શો યોજાશે. વડાપ્રધાનના રોડ શોની શરૂઆત સરદાર વલ્લભાઈ એરપોર્ટથી થશે. ત્યાંથી સરદારનગર, હાંસોલ, ભાટ, કોબા સર્કલથી કમલમ પર પૂરો થશે. કમલમમાં ધારાસભ્યો, સાંસદ અને હોદ્દેદારો સાથે વડાપ્રધાન બેઠક કરશે.જેમાં 450 લોકો સાથે સંવાદ કરશે. ત્યાર બાદ રાજભવનથી GMDC સેન્ટર જશે. જ્યાં સરપંચ સંમેલનમાં ભાગ લેશે. ત્યારબાદ રાજભવનમાં રાજકીય બેઠકો કરશે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 57 કેસ નોંધાયા, 111 દર્દીઓ સાજા થયા
આ પણ વાંચો : જામનગરઃ સીદસર સાંસદ આદર્શ ગામે પદાધિકારી-અધિકારીઓ સાથે બેઠક યોજતા પૂનમબેન માડમ