અમદાવાદના IAPના રાષ્ટ્રીય સમ્મેલનમાં જોડાયા PM Modi, ફિઝિયોથેરેપિસ્ટ્સને કહ્યાં – ‘Symbol of Hope’

અમદાવાદના ઈન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરેપિસ્ટ્સના 60માં રાષ્ટ્રીય સમ્મેલનના ઉદ્દઘાટન સમારોહને વડાપ્રધાન મોદીએ સંબોધિત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ફિઝિયોથેરેપિસ્ટ મુશ્કેલ સમયમાં સિમ્બલ ઓફ હોપ બન્યા છે.

અમદાવાદના IAPના રાષ્ટ્રીય સમ્મેલનમાં જોડાયા PM Modi, ફિઝિયોથેરેપિસ્ટ્સને કહ્યાં - ‘Symbol of Hope’
IAP national convention Ahmedabad
Image Credit source: twitter
| Edited By: | Updated on: Feb 11, 2023 | 11:15 AM

આજે વડાપ્રધાન મોદીએ અમદાવાદના એેક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી. અમદાવાદના ઈન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરેપિસ્ટ્સના 60માં રાષ્ટ્રીય સમ્મેલનના ઉદ્દઘાટન સમારોહને વડાપ્રધાન મોદીએ સંબોધિત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે દુખાવો, ઈજા, યુવા, ખેલાડી, વૃદ્ધ હોય કે ફિટનેસના ચાહક ફિઝિયોથેરેપિસ્ટ દરેક પરિસ્થિતિમાં દરેક ઉંમરના લોકોના સહયોગી બનીને તેમની તકલીફ દૂર કરે છે. ફિઝિયોથેરેપિસ્ટ મુશ્કેલ સમયમાં સિમ્બલ ઓફ હોપ બન્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઈન્ડિયન એસોશિયેશન ઓફ ફિઝિયોથેરેપિસ્ટની 60મી રાષ્ટ્રીય કોન્ફરન્સ માટે આપ તમામને શુભકામનાઓ. મને ખુશી છે કે મેડિકલ ફિલ્ડમાં આટલા પ્રોફેસર એક સાથે ભેગા થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ફિઝિયોથેરેપિસ્ટ પ્રોફેશનલ રીતે માન્યતા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારે ફિઝિયોથેરેપિસ્ટને આયુષ્માન યોદના સાથે જોડયા છે.

 

સારવાર સાથે હિંમત આપે છે ફિઝિયોથેરેપિસ્ટસ

વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ અચાનક ઈજાગ્રસ્ત થાય છે તો તેમના માટે માત્ર ફિઝિકલ ટ્રોમા જ નથી હોતા તેઓ એક મેન્ટલ ટ્રોમામાં પણ હોય છે. ફિઝિયોથેરેપિસ્ટસ સારવાર સાથે હિંમત પણ આપે છે. ઘણીવાર મને તમારી પાસેથી પ્રેરણા મળે છે.

આજે દેશનું મધ્યમ વર્ગ મોટા સપના જોઈ રહ્યું છે

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આયુષ્માન ભારત યોજના હોય કે સરકારની સોશિયલ સિક્યોરિટી સ્કીમ અનુસાર દેશ એક મજબૂત સોશિયલ સિક્યોરિટી નેટવર્ક તૈયાર કરી રહ્યું છે. આજે તેના કારણે દેશનું ગરીબ અને મધ્યમ વર્ગ મોટા સપનાઓ જોવાનું સાહસ કરી રહ્યું છે. આપણા દેશમાં ગરીબોને એક સપોર્ટની જરુર છે. સરકારે અનેક અભિયાનો દ્વારા ગરીબોને સપોર્ટ કર્યો છે.