PM Modi ના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં, કુલ 26 ટકા કાર્ય પૂર્ણ

|

Feb 16, 2023 | 5:11 PM

પીએમ મોદીના મહત્વકાંક્ષી  પ્રોજેક્ટ  અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન યોજનાનું અત્યાર સુધી 26 ટકા સિવિલ કાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે. તેમજ અન્ય કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં રેલવે મંત્રાલયે ટ્વિટ કરીને આપેલી માહિતી અનુસાર 31 જાન્યુઆરી સુધીમાં કુલ 25.63 ટકા ફિઝીકલ કાર્ય પૂર્ણ થયું છે . જેમાં ગુજરાતમાં કુલ 32.05 ટકા કામ પૂર્ણ થયું છે. જેમાં સિવિલ વર્ક 53. 47 ટકા થયું છે.

PM Modi ના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં, કુલ 26 ટકા કાર્ય પૂર્ણ
Ahmedabad Mumbai Bullet Train

Follow us on

પીએમ મોદીના મહત્વકાંક્ષી  પ્રોજેક્ટ  અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન યોજનાનું અત્યાર સુધી 26 ટકા સિવિલ કાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે. તેમજ અન્ય કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં રેલવે મંત્રાલયે ટ્વિટ કરીને આપેલી માહિતી અનુસાર 31 જાન્યુઆરી સુધીમાં કુલ 25.63 ટકા ફિઝીકલ કાર્ય પૂર્ણ થયું છે . જેમાં ગુજરાતમાં કુલ 32.05 ટકા કામ પૂર્ણ થયું છે. જેમાં સિવિલ વર્ક 53. 47 ટકા થયું છે. તેમજ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 13.37 ટકા કામ પૂર્ણ થયું છે.

અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વનો અને જાહેર હિતમાં

આ ઉપરાંત અત્યાર સુધી બુલેટ ટ્રેન પ્રોજેકટમાં પાઇલ વર્ક 242. 18 કિમી, પિયર વર્ક 140. 68 કિમી, 30.24 કિમી ગડર લોન્ચ અને 320 મીટરના પાર રિવર પરના રિવર બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હાલમાં જ પીએમ મોદીના  મહત્વકાંક્ષી  પ્રોજેક્ટ  અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન યોજનામાં 100 ટકા જમીન સંપાદન કરવાનો રસ્તો સાફ થયો છે. જેમાં મુંબઇ હાઈકોર્ટે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વનો અને જાહેર હિતમાં છે.

કોર્ટે ગોદરેજ એન્ડ બોયસ કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ આરડી ધાનુકા અને જસ્ટિસ એમએમ સાથયેની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ તેના પ્રકારમાં અનોખો છે અને તેનું પૂર્ણ થવું એ ખાનગી હિતોની ઉપર સામૂહિક હિતોની જીત હશે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
મોંઘી દાટ કેરી ખરીદ્યા પછી તેની છાલને ફેંકવાની જરૂર નથી, આ રીતે કરી શકો છો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન માટે 25 ચોરસ મીટરથી વધુ વાયાડક્ટ પુલ તૈયાર

મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનનું  કામ પુર જોશથી  ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલય સમય સમય પર રેલવેની મહત્વપૂર્ણ યોજનાએ પર અપડેટ આપતી હોય છે. તેની સાથે જ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે બુલેટ ટ્રેન માટે લોકોને હજુ કેટલી રાહ જોવી પડશે. રેલવે મંત્રાલય દ્વારા જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન માટે 25 ચોરસ મીટરથી વધુ વાયાડક્ટ પુલ તૈયાર થઈ ગયો છે.

ગુજરાત સરકારની યોજના હેઠળ 25.28 વર્ગના વાયડકટ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમા વડોદરા નજીક 5.7 કિમી સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ 19.58 કિમીના બાંધકામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના તમામ 8 જિલ્લાઓ અને DNHમાંથી પસાર થતા ટ્રેક પરનું બાંધકામનું કામ પૂરા જોર શોરથી કામગીરી શરુ કરવામાં આવી છે.

મહત્વની નદીઓ પર પુલ બનવાની કામગીરી કરવામાં આવશે

ગુજરાતમાં વાપીથી સાબરમતી સુધી HSRના 8 સ્ટેશનો પર વિવિધ તબક્કામાં કામગીરી કરવામાં આવશે. ત્યા જ નર્મદા, તાપી, માહી અને સાબરમતી જેવી મહત્વની નદીઓ પર પુલ બનવાની કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો : Bharuch : વ્યાજખોરી સામેની સરકારની ઝુંબેશમાં સરકારી કર્મચારીની ધરપકડ,કોરા ચેક લઈ દેવાદારને ધમકાવતો હતો

Next Article