ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં 7.20 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.39 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો

|

Apr 02, 2022 | 7:49 AM

અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 79 પૈસા અને ડીઝલના ભાવમાં 83 પૈસાનો વધારો કરાયો છે. આજે કિંમતોમાં વધારા પછી રાજ્યમાં પેટ્રોલની નવીનતમ કિંમત 102.28 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 96.55 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવે સામાન્ય માણસની પરેશાની વધારી દીધી છે. આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો(Petrol Diesel Price Hike) કરવામાં આવ્યો છે. દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 2 એપ્રિલ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે અને આજે ફરી એકવાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 79 પૈસા અને ડીઝલના ભાવમાં 83 પૈસાનો વધારો કરાયો છે. આજે કિંમતોમાં વધારા પછી રાજ્યમાં પેટ્રોલની નવીનતમ કિંમત 102.28 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 96.55 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આમ છેલ્લા 11 દિવસમાં પેટ્રોલમાં 7.20 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7.39 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે 4 નવેમ્બર 2021 થી 21 માર્ચ 2022 (લગભગ સાડા ચાર મહિના) સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કે વધારો થયો ન હતો. 22 માર્ચથી પેટ્રોલ-ડીઝલ મોંઘુ થવા લાગ્યું છે. જ્યારથી ક્રૂડતેલના ભાવ વધવા લાગ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં 11મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

ગેસના ભાવમાં પણ વધારો કરાયો

વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક કમરતોડ ઝટકો લાગ્યો છે. CNG-PNGના ભાવ અદાણીએ તોતિંગ ભાવ વધારો ઝીંક્યો છે. (Adani) અદાણી CNGએ ગેસના ભાવમાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે PNGના ભાવમાં 4 રૂપિયા વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે જ અદાણી CNGનો ભાવ 80 રૂપિયા નજીક પહોંચી ગયો છે. અદાણી સીએનજીનો ભાવ 74.49 રૂપિયા હતો. જે વધીને 79.59 રૂપિયા થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Ambaji : 2 એપ્રિલથી શરૂ થતાં ચૈત્રી નવરાત્રીમાં આરતીના સમયમાં ફેરફાર કરાયો

આ પણ વાંચોઃ Tapi : પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે આદિવાસી સમાજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું

Next Video