AHMEDABAD : સોલા સિવિલ હોસ્પિટલમાં અવ્યવસ્થાને કારણે દર્દીઓની પીડા ઓછી થવાને બદલે વધી

| Edited By: | Updated on: Aug 17, 2021 | 6:25 PM

હોસ્પિટલની અવ્યવસ્થાને કારણે દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.દરરોજ 1500થી 2000 કેસ ઓપીડીમાં આવી રહ્યા છે. તેના સામે માત્ર 2 જ કેસ બારી છે

AHMEDABAD : સોલા સિવિલ હોસ્પિટલ તંત્રની અવ્યવસ્થાઓને કારણે દર્દીઓને પારવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. બીમાર હાલાતમાં દર્દીઓએ તંત્ર સામે ભારોભાર રોષ ઠાલવી રહ્યાં છે. એક તરફ અમદાવાદ કોર્પોરેશન રોગચાળાને લઈને સબ સલામતના દાવાઓ કરી રહ્યું છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલના દ્રશ્યો તંત્રની વ્યવસ્થાઓની પોલ ખોલી રહ્યાં છે.

અહીં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે.હોસ્પિટલની અવ્યવસ્થાને કારણે દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.દરરોજ 1500થી 2000 કેસ ઓપીડીમાં આવી રહ્યા છે. તેના સામે માત્ર 2 જ કેસ બારી છે..જેથી લાંબી કતારો લાગી રહી છે.દર્દીઓને કલાકો સુધી ઉભા રહેવાનો વારો આવતા તંત્ર સામે તેમણે રોષ ઠાલવી રહ્યાં છે.

હોસ્પિટલમાં આ કતાર વધારે દર્દીઓના ધસારાની સાથોસાથ હોસ્પિટલ તંત્રની અવ્યવસ્થાને કારણે વધારે પણ સર્જાઈ છે. બીમાર દર્દીઓને વધારે સુવિધા કે યોગ્ય જવાબ આપવો તો દૂર, પણ અવ્યવસ્થાને કારણે દર્દીઓને વધું મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કેસ કઢાવવાની લાઈન, ડોકટર પાસે નિદાન કરાવવામાં લાઈન, રીપોર્ટ કઢાવવામાં લાઈન તેમજ દવા લેવામાં લાઈન, આમ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દ ઓછું કરવાના હેતુથી આવતા દર્દીઓ વધુ હેરાન થઇ રહ્યાં છે.એક બાજુ દર્દીઓની પીડા અને બીજી બાજુ હોસ્પિટલમાં અવ્યવસ્થાના કારણે વધુ પિડા ભોગવ્યા વગર દર્દીઓને છૂટકો નથી.

આ પણ વાંચો : GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજાવાની શક્યતા

આ પણ વાંચો : AHMEDABAD : સોમલલિત કોલેજમાં SOPનું પાલન ન થતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણ ફેલાવાનો ભય