Good News : ગુજરાતમાં પાસપોર્ટ ઓફિસ 25 ફેબ્રુઆરી અને 4 માર્ચના રોજ પણ કાર્યરત રહેશે, એપોઇનમેન્ટની સંખ્યા વધારાશે

ગુજરાતના ત્રણ શહેરોમાં પાસપોર્ટ ઓફિસ 25 ફેબ્રુઆરી અને 4 માર્ચના રોજ પણ કાર્યરત રહેશે, એપોઇનમેન્ટની સંખ્યા વધારવાનો  નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં પાસપોર્ટની વધતી માંગને પગલે અપૉઇન્ટમેન્ટ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. તેથી આ એપોઇન્ટમેન્ટ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

Good News : ગુજરાતમાં પાસપોર્ટ ઓફિસ 25 ફેબ્રુઆરી અને 4 માર્ચના રોજ પણ કાર્યરત રહેશે, એપોઇનમેન્ટની સંખ્યા વધારાશે
Passport Office
| Edited By: | Updated on: Mar 22, 2023 | 9:58 PM

ગુજરાતના ત્રણ શહેરોમાં પાસપોર્ટ ઓફિસ 25 ફેબ્રુઆરી અને 4 માર્ચના રોજ પણ કાર્યરત રહેશે, એપોઇનમેન્ટની સંખ્યા વધારવાનો  નિર્ણય કરવામાં આવ્યો છે.જેમાં પાસપોર્ટની વધતી માંગને પગલે અપૉઇન્ટમેન્ટ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. તેથી આ એપોઇન્ટમેન્ટ્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં 25 ફેબ્રુઆરી અને 4 માર્ચ શનિવારના રોજ સમયાંતરે પાસપોર્ટ માટે પણ અપૉઇન્ટમેન્ટ ચાલુ રહેશે.

હાલમાં પાસપોર્ટ સેવાઓની વધતી  માંગણીને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ અમદાવાદના વિવિધ પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો પર 20 ફેબ્રુઆરીના રોજથી દૈનિક પાસપોર્ટની એપોઇમેન્ટની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્રો પર 25 ફેબ્રુઆરી અને 04 ફેબ્રુઆરી શનિવારના રોજ પાસપોર્ટ મેળો યોજવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે અરજદારો એપોઈન્ટમેન્ટ  બુક કરી રહ્યા છીએ  તે હવે વધારાના સ્લૉટસ સાથે  25 ફેબ્રુઆરી અને 04 માર્ચ, 2023 ના રોજ યોજાનાર પાસપોર્ટ મેળામાં એપોઈન્ટમેન્ટ ફરી નોંધાવી શકશે.

આ ઉપરાંત અરજદારો જો તેમને આપવામાં આવેલા સમયે હાજર નહિ રહે તો તેમને ફરી બીજી તારીખ પસંદ કરવાની તક આપવામાં આવશે નહિ . આ ઉપરાંત ‘તત્કાલ’ શ્રેણી હેઠળ અરજી કરવા માટે અરજદારોએ વેબસાઇટ પર ‘ડૉક્યુમેન્ટ ઍડવાઇઝર’માં દર્શાવેલા દસ્તાવેજોની સૂચિમાંથી ત્રણ દસ્તાવેજ પ્રસ્તુત કરવા ફરજિયાત હશે.

તત્કાલ યોજના હેઠળ અરજી કરનારા અરજદારોએ વેબસાઈટ પર ઉપલબ્ધ બાંયધરી પત્ર ડાઉનલોડ કરવો પડશે અને અરજી સબમિટ કરતી વખતે તેને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં જમા કરાવવો પડશે.

Published On - 9:50 pm, Sat, 18 February 23