અમદાવાદના બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે હાઈકોર્ટ નારાજ, કહ્યું કાયદા અને નિયમો હોવા છતાં અમલ કરાતો નથી

|

Jan 17, 2022 | 4:31 PM

સરકાર દ્વારા હાઈકોર્ટના હુકમના તિરસ્કાર અંગેની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું ચીફ જસ્ટિસની એન્ટ્રીના ગેટ બહાર જ 10 રખડતાં પશુઓ રસ્તો રોકીને ઉભા હતા.

અમદાવાદ (Ahmedabad) ના બિસ્માર રસ્તા (roads), રખડતા ઢોર અને ટ્રાફિક (Traffic) ની સમસ્યા મુદ્દે હાઈકોર્ટ સરકારથી નારાજ થઈ છે. આ સાથે એવી ટકોર કરી હતી કે કાયદા અને નિયમો હોવા છતાં અમલવારી કરાતી નથી. હાઇકોર્ટ (High Court) ના ચીફ જસ્ટિસ (Chief Justice) નું કહેવું છે કે રખડતાં શ્વાનના ત્રાસને લઈને રસ્તા પર ચાલવા નીકળવું જોઈએ નહીં એવી મને સલાહ અપાઈ હતી. મને શ્વાનથી કોઈ તકલીફ નથી, પણ કોઈની મજા બીજા કોઈની સજા ના બનવી જોઈએ.

સરકારએ એવી રજુઆત કરી હતી કે રખડતાં ઢોર (Stray cattle) ના ત્રાસને ડામવા માટે અમદાવાદમાં ઘણા વિસ્તારો ‘નો કેટલ ઝોન’ જાહેર કરાયા છે. નિયમો હોવા છતાં તેનું પાલન ન કરાતું હોવા મુદ્દે હાઇકોર્ટે ઉઠાવેલા સવાલના મુદ્દે સરકરે એમ જણાવ્યું છે કે સ્થાનિક પ્રશ્નો મુદ્દે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને ફરિયાદ નિવારણ માટેની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત નાગરિકો માટે ટોલ ફ્રી નમ્બર અને ઇ-પોર્ટલ શરૂ કરવામાં આવ્યાં છે, જ્યાં નાગરિકો પોતાની સમસ્યા ફોટા સહિત મોકલી શકશે. આ બાબતોનું લીગલ સર્વિસીસ ઓથોરિટી મોનીટરીંગ કરશે અને તે અંગેનો અહેવાલ હાઇકોર્ટને સોંપવામાં આવશે.

આ બાબતે આગામી 19 જાન્યુઆરીએ સુનાવણી રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ શહેર પોલીસમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 85 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ

આ પણ વાંચોઃ Ahmedabad: શરદી અને ઉધરસના કેસ વધ્યા, કોરોના ટેસ્ટ કરાવવા ટેસ્ટિંગ ડોમ પર લાંબી લાઈનો લાગી

Next Video