Railway Schedule: ભારે વરસાદને લઈ રેલવે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, બાંદ્રા-ચંદીગઢ એક્સપ્રેસ રદ, જાણો કઈ ટ્રેનના બદલાયા રુટ

|

Jul 11, 2023 | 8:00 PM

Northern Railway: ભારે વરસાદને લઈ અમદાવાદથી ઉપડતી અને પસાર થતી કેટલીક ટ્રેન પ્રભાવિત થઈ છે. કેટલીક ટ્રેનના રુટ બદલવામાં આવ્યા છે તો, એક ટ્રેનને રદ કરવામાં આવી છે.

Railway Schedule: ભારે વરસાદને લઈ રેલવે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, બાંદ્રા-ચંદીગઢ એક્સપ્રેસ રદ, જાણો કઈ ટ્રેનના બદલાયા રુટ
ભારે વરસાદને લઈ રેલવે ટ્રેન વ્યવહાર પ્રભાવિત

Follow us on

ભારે વરસાદને લઈ રેલવે સંચાલનને અસર પહોંચી છે. વરસાદે પ્રભાવિત કરવાને લઈ રેલવેએ કેટલાક રુટને કેટલાક ચોક્કસ દિવસ પૂરતા રદ કરવા પડ્યા છે. તો કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. વરસાદને લઈ અનેક વિસ્તારોમાં વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચી છે. આવી જ રીતે રેલવે વ્યવહારને પણ અસર પહોંચી છે. તો કેટલાક રુટને વરસાદની સ્થિતી મુજબ અન્ય રુટથી સંચાલન કરવામાં આવી રહ્યા છે. જેને લઈ મુસાફરોને પણ હાલાકી પડી રહી છે.

હાલમાં ગુજરાતમાં પણ ભારે વરસાદી માહોલ છે. આ દરમિયાન ગુજરાતમાં થઈને પસાર થતી રેલવે ટ્રેન પ્રભાવિત થઈ છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદને લઈ ગુજરાતમાંથી પસાર થતી કેટલીક ટ્રેનના રુટ બદલવામાં આવ્યા છે, એક ટ્રેનને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનુ રેલવેએ એક મીડિયા અહેવાલમાં જણાવ્યુ છે.

અમદાવાદ થી ઉપડતી અને પસાર થતી ટ્રેન પ્રભાવિત

ઉત્તર રેલવેની કેટલીક ટ્રેન ભારે વરસાદની સ્થિતી તેના મૂળ રુટમાં હોવાને લઈ અન્ય રુટથી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સરહિંદ-નાંગલ ડેમ, ચંદીગઢ-સ્નેહવાલ, સહારનપુર-અંબાલા, તેમજ અંબાલા-દિલ્હી સેક્શનમાં ભારે વરસાદની સ્થિતી હોવાને લઈ ટ્રેન વ્યવહારને અસર થઈ છે. આ સેક્શન પરથી પસાર થતી અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અમદાવાદ-યોગનગરી એક્સ્પ્રેસ ટ્રેન. અમદાવાદ થી પસાર થતી જમ્મુ-તાવી એક્સપ્રેસ ટ્રેન, બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત થઈ છે. આ ટ્રેનોમાંથી બાંદ્રા-ચંદીગઢ ટ્રેનને ગુરુવારે એક દિવસ માટે રદ કરવામાં આવી છે. જ્યારે આ સિવાયની ટ્રેનોને તેમના મૂળ રુટને બદલે અન્ય રુટ પરથી ડાયવર્ટ કરીને દોડાવવામાં આવશે.

કઈ કઈ ટ્રેન થઈ પ્રભાવિત?

રદ કરાયેલી ટ્રેન

  • બાંદ્રા ટર્મિનસ થી ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેન (ટ્રેન નંબર 22451) તારીખ 13, જુલાઈ 2023 એ રદ રહેશે.

ડાયવર્ટ કરાયેલી ટ્રેનો

  • તા.11,જુલાઈઃ અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ (ટ્રેન નંબર 19223): તારીખ 11.07.2023 થી ફિરોઝપુર-લુધિયાણા-જાલંધર-પઠાણકોટ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  • તા.11,જુલાઈઃ યોગ નગરી ઋષિકેશ-અમદાવાદ યોગ એક્સપ્રેસ (ટ્રેન નંબર 19032) સાહિબાબાદ-નવી દિલ્હી થી ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  • તા.12, જુલાઈઃ જમ્મુ તાવી-અમદાવાદ એક્સપ્રેસ (ટ્રેન નંબર 19224) પઠાણકોટ-જલંધર-લુધિયાણા-ફિરોઝપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડશે.

 

આ પણ વાંચોઃ National Highway: ચિલોડા-શામળાજી નેશનલ હાઈવે પર નવા ઓવરબ્રિઝ ચોમાસાની શરુઆતે ધોવાયા, ખાડા પડતા રસ્તો જોખમી બન્યો!

અમદાવાદ અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:52 pm, Tue, 11 July 23

Next Article