AHMEDABAD : હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા નથી

|

Aug 23, 2021 | 5:30 PM

અત્યારે ભારે વરસાદ આવે તેવી એકપણ સિસ્ટમ ઉદભવી નથી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની કોઇ જ સંભાવના નથી.રાજ્યમાં હજુ પણ 46 ટકા વરસાદની ઘટ છે.

AHMEDABAD : રાજ્યમાં ફરી એકવખત વરસાદમાં બ્રેક આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ભારે વરસાદની કોઇ જ સંભાવના નથી. આગામી 24 કલાકમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. અત્યારે ભારે વરસાદ આવે તેવી એકપણ સિસ્ટમ ઉદભવી નથી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની કોઇ જ સંભાવના નથી.રાજ્યમાં હજુ પણ 46 ટકા વરસાદની ઘટ છે.

જેમાં હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ સોમવાર બાદથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાંવરસાદ(Rain)પડ્યો હતો. જેમાં અમરેલીજિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડ્યો હતો. જયારે રવિવારે અમરેલીના ધારી પંથકમાં વરસાદ પડ્યો હતો. જેમાં ગોવિંદપુર, ફાચરિયા, કાંગસા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. આ વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

આ ઉપરાંત અમરેલી જિલ્લાના 6 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેના લીધે 6 ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ છ ડેમોમાં ઠેબી, ધાતરવડી 1-2, સૂરજવડી ડેમ તથા દેદુમલમાં પાણીની આવક વધી છે. જેમાં હાલ સપાટી જાળવવા ઠેબી ડેમમાંથી 2,227 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : રાજ્યમાં 27 લાખથી વધુ જનધન ખાતા બંધ થયા, તમારું ખાતું બંધ ન થાય તેના માટે આટલું ધ્યાન રાખો

આ પણ વાંચો : RAJKOT : તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવ આસમાને, ગત વર્ષની સરખામણીમાં ત્રણ ગણા ભાવ

Next Video