રાજ્યમાં 27 લાખથી વધુ જનધન ખાતા બંધ થયા, તમારું ખાતું બંધ ન થાય તેના માટે આટલું ધ્યાન રાખો

JANDHAN ACCOUNT : ગુજરાતમાં 28 જુલાઈ 2021 સુધીમાં 1.57 કરોડ જનધન ખાતા પૈકી 27.08 લાખ ખાતા નિષ્ક્રિય થયા છે. જે કુલ ખાતાની સંખ્યાના 17 ટકા થાય છે.

રાજ્યમાં 27 લાખથી વધુ જનધન ખાતા બંધ થયા, તમારું ખાતું બંધ ન થાય તેના માટે આટલું ધ્યાન રાખો
More than 27 lakh Jandhan accounts have been closed in Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 4:49 PM

કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે તાજેતરમાં જાહેર ક્ષેત્રની સરકારી બેંકોમાં નિષ્ક્રિય થયેલા જનધન ખાતાની માહિતી જાહેર કરતો એક રીપોર્ટ બહાર પાડ્યો છે. આ રીપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ રીપોર્ટમાં જે આકડાઓ દર્શાવવમાં આવ્યાં છે તે મૂજબ ગુજરાતમાં 27 લાખથી વધુ જનધન ખાતાઓ બંધ થઇ ગયા છે.

રાજ્યમાં 27 લાખથી વધુ જનધન ખાતા બંધ થયા કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે તાજેતરમાં જાહેર કરેલા રીપોર્ટમાં દર્શાવેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં 28 જુલાઈ 2021 સુધીમાં 1.57 કરોડ જનધન ખાતા પૈકી 27.08 લાખ ખાતા નિષ્ક્રિય થયા છે. જે કુલ ખાતાની સંખ્યાના 17 ટકા થાય છે.

આ જનધન ખાતા નિષ્ક્રિય થાવાને કારણે આ ખાતાધારકો વિવિધ સરકારી સહાય મેળવી શક્યા નથી, કારણ કે સરકાર દ્વારા વિવિધ આર્થીક સહાય આ જનધન ખાતામાં ડાયરેક્ટ ડેબીટ ટ્રાન્સફર દ્વારા સીધી જ ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ આ જનધન ખાતાઓ નિષ્ક્રિય થતા ટ્રાન્ઝેક્શન ફેલ થયા છે અને આ ખાતાધારક ગરીબો સહાયથી વંચિત રહ્યાં છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

રાજ્યમાં કોરોનાકાળમાં સાડા નવ લાખથી વધુ જનધન ખાતા ખુલ્યા રાજ્યમાં કોરોનાકાળમાં એટલે કે કોરોનાની પહેલી લહેરથી લઈને બીજી લહેર દરમિયાન 9.65 લાખ જેટલા નવા જનધન ખાતા ખુલ્ય છે. માર્ચ 2020 સુધીમાં 1.47 કરોડ જનધન ખાતા હતા જે જુલાઈ 2021 દરમિયાન વધીને 1.57 કરોડ સુધી પહોચી ગયા હતા. અને એમાંથી વિવિધ કારણોસર 27.08 લાખ જનધન ખાતા નિષ્ક્રિય થયા છે.

શા માટે નિષ્ક્રિય થઇ જાય છે જનધન ખાતું આમ તો કોઈ બેંક ખાતું નિષ્ક્રિય અથવા બંધ થવાના અનેક કારણો હોઈ શકે છે, પણ જનધન ખાતા નિષ્ક્રિય થવાના મુખ્યત્વે ત્રણ કારણો નિષ્ણાતો જણાવે છે જે આ મુજબ છે –

1) જનધન ખાતા સાથે આધારકાર્ડ લીંક ન હોવું : જો તમારા જનધન ખાતા સાથે આધારકાર્ડ લીંક કરેલું નહી હોય તો આવા જનધન ખાતા બેંક દ્વારા બંધ કરી દેવામાં આવશે. તમારા જનધન ખાતા સાથે તમારું આધારકાર્ડ લીંક છે કે નહિ એ તરત જ તપાસ કરો અને જો લીંક ન હોય તો બેંકમાં આ અંગે પૂછપરછ કરી તેની પ્રક્રિયા પૂરી કરો.

2) KYV : જો તમારા જનધન ખાતા સાથે તમારું KYC પૂરું નહિ કર્યું હોય તો પણ બેંક તમારું જનધન ખાતું બંધ કરી દેશે. માટે આજે જ બેંકમાં જઈને તપાસ કરો અને તમારું KYC પૂરું કરો.

3) લાંબા સમયથી ઉપયોગ ન કરવો : જો તમે તામારા જનધન ખાતામાં લાંબા સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નહિ. કર્યું હોય પણ પણ બેંક તમારું જનધન ખાતું બંધ કરી દેશે, આથી જનધન ખાતામાં નિયમિત ટ્રાન્ઝેક્શન કરી તેને સક્રિય રાખવું જરૂરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">