Ahmedabad : ગુજરાતમાં(Gujarat) હવામાન વિભાગે(IMD) હજુ 24 કલાક કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની(Rain)આગાહી કરી છે. જેમાં 11 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. તો કેટલાક શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની પણ આગાહી કરાઈ છે.
હવામાન વિભાગનું કહેવું છે કે 24 કલાકમાં રાજ્યમાં બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિ ભારે જ્યારે કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
એટલું જ નહીં પણ આવતીકાલે ગુજરાતમાં મોટાભાગના સ્થળે વરસાદી માહોલ રહેવાનું જણાવી ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની શક્યતા નહિવત દર્શાવી. સાથે જ છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ રહી શકવાની પણ શકયતા વ્યકત કરી. તેમજ આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની એક્ટિવિટી ઘટશે અને 11 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદનું જોર ઘટશે તેવું પણ જણાવ્યું. તેમજ ગુજરાતમાં ભાગ્યે જ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે તેમ પણ જણાવ્યું. જ્યાં 11 જુલાઈ બાદ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે.
તો અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. સાથે જ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહી શકે છે તેવી પણ શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં ભારે વરસાદને પગલે દરિયા કિનારે પવન સાથે વરસાદ રહેવાનો હોવાથી આગામી 24 કલાક માટે ફિશરમેન મેન વોર્નિંગ પણ આપવામાં આવી. તો સાથે જ હવામાન વિભાગ નાઉ કાસ્ટ જાહેર કરીને તંત્રને એલર્ટ પણ કરી રહ્યું છે. જેથી મોટું કોઈ નુકશાન ન થાય.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો