નવરાત્રીમાં જોવા મળશે નવા હુલાહોપ ગરબા, જુઓ વિડીયો
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગરબાના નવા હુલાહોપ પ્રકાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં આ વખતે કોરોનામાં આપોઆપ સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે એવા ગરબા સ્ટેપ્સ જોવા મળ્યા છે.
ગુજરાતમાં(Gujarat) નવરાત્રીને(Navratri) હવે ગણતરીના દિવસો બાકી છે. તેમજ લોકોએ ગરબા (Garba) રમવા માટે ક્લાસીસ સહિતના સ્થળોએ પ્રેક્ટિસ પણ આરંભી દીધી છે. તેવા સમયે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગરબાના નવા હુલાહોપ પ્રકાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં આ વખતે કોરોનામાં આપોઆપ સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે એવા ગરબા સ્ટેપ્સ જોવા મળ્યા છે.
આ વખતે નવરાત્રીમાં હુલાહુપ ગરબા જોવા મળશે. જેમાં ઘાટલોડિયામાં અર્જુન એપાર્ટમેન્ટમાં રહેતા હની ભટ્ટ છેલ્લા 5 વર્ષથી હુલાહુપ સ્ટેપ શિખવાડી રહ્યા છે જેને શિખતા જ 3 મહિના થાય છે..એપાર્ટમેન્ટના રહીશોએ પણ મંજૂરી મળતા ખુશી વ્યક્ત કરી અને નિયમ પાળવા ખાતરી આપી.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઇને સરકારે રાત્રિ કર્ફ્યુમાં થોડીક છુટછાટ આપી છે. જેમાં નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યુની સમયની અવધિ ઘટાડવામાં આવી છે. હવે 8 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવી છે.
સાથે જ નવરાત્રીમાં ગરબાના રસિકો માટે પણ સારા સમાચાર આવ્યા છે. આ નિર્ણયમાં શેરી ગરબાને પરવાનગી આપવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
જે અનુસાર કલબ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવાની મંજૂરી આપવામાં નથી આવી. તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં 400 વ્યક્તિની હાજરીમાં ઉજવણીની પહેલાથી જ મંજૂરી મળી હતી.
આ પણ વાંચો : Surat : માતાજીના આશીર્વાદમાં વેક્સિનેશન ફરજીયાત તો રાજકીય પક્ષોની યાત્રા કે મેળાવડામાં કેમ કોઈ નિયમ નહીં ?
આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ભીખુભાઇ દલસાણીયાના શુભેચ્છા સમારંભમાં હાજરી આપી