અમદાવાદના એરપોર્ટ પર પ્રવાસીઓની પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવા નવો પ્રયાસ, બારકોડ સિસ્ટમ કરાઈ કાર્યરત

|

Feb 04, 2023 | 4:25 PM

Ahmedabad News : એરપોર્ટ દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટના પ્રવેશ દ્વાર ઉપર 2 બારકોડ રીડર્સ સ્થાપીને કાર્યરત કરવામાં આવ્યા છે. જેનો ઉપયોગ પ્રવાસીઓની વિગતોની ઝડપી ચકાસણી માટે કરવામાં આવશે.

અમદાવાદના એરપોર્ટ પર પ્રવાસીઓની પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવા નવો પ્રયાસ, બારકોડ સિસ્ટમ કરાઈ કાર્યરત
અમદાવાદ એરપોર્ટ પર બારકોડ સિસ્ટમ કરાઈ કાર્યરત

Follow us on

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે પ્રવાસીઓના સુરક્ષા ચકાસણી સહિતની પ્રવેશ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેની સવલતમાં ઉમેરો કર્યો છે. જેમાં એરપોર્ટ દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટના પ્રવેશ દ્વાર ઉપર બે બારકોડ રીડર્સ સ્થાપીને કાર્યરત કરવામાં આવ્યા છે. જેનો ઉપયોગ પ્રવાસીઓની વિગતોની ઝડપી ચકાસણી માટે કરવામાં આવશે.

આ પ્રવેશ દ્વારો ઉપર તહેનાત સીઆઇએસએફના જવાનો મેન્યુઅલ ચેકના બદલે પ્રવાસીઓની ટિકિટ અથવા બોર્ડિંગ પાસ ઉપરના બાબરકોડનું સ્કેનિંગ કરશે. આવી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય ટર્મિનલ સહિતના તમામ પ્રવેશ દ્વારો ઉપર ટુંક સમયમાં સ્થાપવાનો એરપોર્ટ ઓપરેટરનો ઇરાદો છે.

બારકોડ સ્કેનર ટેકનોલોજીની સ્થાપનાથી ફક્ત સુરક્ષા વ્યવસ્થામાં જ સુધારો નહી પરંતુ પ્રવાસીઓના એરપોર્ટમાં પ્રવેશની મુશ્કેલીઓનું પણ નિવારણ કરી પ્રવેશની ગતિવિધીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરશે તેવું એરપોર્ટ ઓથોરિટીનું માનવું છે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

બીજી તરફ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરો માટે નવુ નજરાણું લઈ આવ્યું છે. વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારતા SVPI એરપોર્ટ પર એક નવો અરાઈવલ પીકઅપ ઝોન કાર્યરત કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટને ગુજરાતના ભવ્યાતિભવ્ય પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાથે નવતર સુવિધાની શરૂઆત કરવામાં આવી છે.

ડોમેસ્ટિક મુસાફરો માટે નવો પીક-અપ ઝોન

SVPI એરપોર્ટ પર મુસાફરોને નવતર સેવાઓ પ્રદાન કરવા સહિત મુસાફરીના અનુભવને વધુ સારી બનાવવા અવિરત પ્રયાસો ચાલુ છે. નવા પીકઅપ ઝોનમાં 4 લેન છે, જેમાં ખાનગી કાર અને બીઆરટીએસ બસ દ્વારા સીમલેસ પીકઅપ સાથે રાહદારીઓના આવાગમનમાં વધારો થશે. હાલ એરપોર્ટ પર નિર્માણાધીન ટી-1માં અરાઈવલ માટે નવા ફોરકોર્ટને શરૂ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફોરકોર્ટ ખુલ્યા બાદ F&B, રિટેલ, રિલેક્સિંગ આઉટલેટ્સ સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આગામી મહિનાઓમાં આ વિસ્તાર નવતર સુવિધાઓથી સજ્જ થઈ જશે.

પ્રવાસીઓની સારામાં સારી સુવિધાઓ ઊભી કરાશે

અમદાવાદનું SVPI એરપોર્ટ પ્રવાસીઓની સારામાં સારી સુવિધાઓ માટે તેમની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ સમજી તેને સાકાર કરવાની દિશામાં ઉત્તમ પ્રયાસો કરતુ રહ્યું છે. SVPI એ બે ટર્મિનલ બિલ્ડીંગ વચ્ચે શટલ તરીકે ઈલેક્ટ્રિક સેડાન કારનો ઉપયોગ, એરપોર્ટને જોડતી કનેક્ટિવિટીમાં વધારો, મુસાફરો માટે બહેતર રિટેલ, ફૂડ અને ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન જેવી અનેક પહેલ કરી છે. એરપોર્ટ ટર્મિનલની અંદર અને બહાર સ્વચ્છતા, સલામતી અને સુરક્ષા ખૂબ સારી રીતે મેઇન્ટેઇન કરવામાં આવે છે.

Next Article