વડોદરામાં યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યાના કેસમાં યુવતીની સંસ્થાના ટ્રસ્ટીની ઊંડાણપૂર્વક પૂછપરછ

|

Nov 21, 2021 | 12:23 PM

Navsari Girl Death Case : યુવતીએ સંસ્થાના પૂર્વ હેડને કરેલા મેસેજનો ઘટસ્ફોટ થયા બાદ પણ પોલીસ આપઘાતની થિયરી પર જ આગળ વધી રહી છે. પોલીસે સંસ્થાના ટ્રસ્ટી બીનીત શાહની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.

VADODARA : વડોદરામાં યુવતી પર દુષ્કર્મ બાદ આપઘાતના કેસમાં પોલીસ 17 દિવસ બાદ પણ આપઘાતની થીયરી ઉપર તપાસ ચલાવી રહી છે.યુવતીએ સંસ્થાના પૂર્વ હેડને કરેલા મેસેજનો ઘટસ્ફોટ થયા બાદ પણ પોલીસ આપઘાતની થિયરી પર જ આગળ વધી રહી છે. પોલીસે સંસ્થાના ટ્રસ્ટી બીનીત શાહની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.ઓએસીસના પબ્લિકેશન વિભાગ સાથે સંકળાયેલી સંસ્થાની વ્યક્તિઓ પણ પોલીસની રડાર પર છે. સંસ્થાના પ્રકાશનો જે સ્થળે કુરિયર કરાયા હતા તે કુરિયર કંપનીના સ્ટાફની પણ પૂછપરછ કરાઈ હતી. તો સંસ્થામાં કેટલી સાયકલો હતી તેનો રેકોર્ડ પણ પોલીસે મંગાવ્યો છે.

નવસારીની યુવતીના આપઘાત કેસમાં ગઈકાલે 20 નવેમ્બરે વડોદરા રેલ્વેના DySP બી.એસ.જાધવે મોટા ખુલાસા કર્યા છે. સમગ્ર કેસમાં યુવતીની હત્યા નહીં પરંતુ આત્મહત્યા હોવાનું સામે આવ્યું છે.પોલીસને યુવતીના શરીર પર હથિયારથી કોઈ ઈજાના નિશાન નથી મળ્યા.આ ઉપરાંત વિશેરા રિપોર્ટમાં યુવતીને કોઈ ઝેરી પદાર્થ ન અપાયા હોવા સામે આવ્યું છે.

પોલીસે વધુ વિગતો આપતા કહ્યું, પીડિતાના મોબાઈલ સહિત છ લોકોના ફોન જપ્ત કરાયા છે અને સંસ્થાના કર્મચારીઓના ફોનની તપાસ માટે FSLમાં મોકલાયા છે. DySP બી.એસ.જાધવે એમ પણ કહ્યું, પૂછપરછ દરમિયાન સંસ્થાના લોકોએ કહ્યું હતું, અમે પીડિતાના મેસેજને ગંભીરતાથી લીધો નહતો.જે તે વખતે ફરિયાદ નોંધાઈ હોત તો યુવતી બચી ગઈ હોત.

આ પણ વાંચો : સહકારથી સરકાર અભિયાન : ભાજપના સહકાર સેલે સહકારી આગેવાનોની બોલાવી બેઠક

આ પણ વાંચો : Bharuch: કાંકરિયા ધર્માંતરણ કેસમાં મોટો ઘટસ્ફોટ, મુસ્લિમોની જકાતના નાણાંનો થતો હતો ઉપયોગ

Next Video