Navratri 2022: ખેલૈયાઓ આનંદો, વાયબ્રન્ટ નવરાત્રીનું બે વર્ષ બાદ થશે આયોજન

|

Sep 19, 2022 | 7:46 PM

GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો અહીં ગરબાની રમઝટની જમાવટ કરશે. તમામ લોકો અહીં વિનામૂલ્યે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પ્રવેશ મેળવી શકશે.

Navratri 2022: ખેલૈયાઓ આનંદો, વાયબ્રન્ટ નવરાત્રીનું બે વર્ષ બાદ થશે આયોજન
GMDC ગ્રાઉન્ડ ખાતે થશે વાયબ્રન્ટ નવરાત્રિનું આયોજન

Follow us on

કોરોના મહામારીના બે વર્ષ બાદ નવરાત્રી પર્વની (Navratri 2022) ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે, ત્યારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વર્ષોની પરંપરા મુજબ વાયબ્રન્ટ નવરાત્રી (Vibrant navratri  mahotsav 2022) મહોત્સવ યોજાશે. યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો અહીં ગરબાની રમઝટની જમાવટ કરશે. તમામ લોકો અહીં વિનામૂલ્યે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પ્રવેશ મેળવી શકશે.

કોરોનાકાળથી રાહત મળતા નવરાત્રી જામશે

આ વર્ષે કોરોનાના કેસમાં રાહત મળી છે, તેથી ખેલૈયાઓનો ઉત્સાહ ગરબા રમવા માટે ચરમસીમા ઉપર છે ત્યારે વાયબ્રન્ટ નવરાત્રીના આયોજનના અહેવાલ આનંદિત કરી જશે. નવરાત્રીની તૈયારીઓમાં અત્યારે આખું ગુજરાત હિલોળે ચઢેલું છે, ત્યારે નવરાત્રીમાં અમદાવાદ વાસીઓને મેટ્રો ટ્રેનની ભેટ પણ મળી શકે છે. કોરોના કાળમાં બે વર્ષ સુધી ગરબા ન રમવા મળતા ખેલૈયાઓ આ વખતે ગરબા રમવાની પરમિશન મળતા જ તૈયારીમાં લાગી ગયા છે. તેમાં પણ ખાસ કરીને ચણિયાચોળીની ખરીદી માટે લો ગાર્ડન બજારમાં ભીડ જોવા મળી રહી છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

ચણિયા ચોળી અને  કેડિયા સહિતની વસ્તુની ધૂમ ખરીદી

બજારોમાં પણ લોકો હોંશે હોંશે ખરીદી (Shopping) કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ગરબાના કોઈ મોટા આયોજનો થઈ શક્યા ન હતા. ત્યારે આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો ગુજરાતીઓની પ્રિય એવીનવરાત્રી દરમિયાન કોઈ કસર બાકી રાખવા માગતા નથી. જો કે આ વખતે બજારોમાં મોંઘવારીનો માર ચણિયાચોળી સહિત અનેક ચીજવસ્તુઓ પર દેખાઈ રહ્યો છે. કપડા અને ઓર્નામેન્ટ્સ થી લઈને દરેક ચીજવસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતા બજારોમાં ભારે ખરીદી નીકળી છે.

મેટ્રો રેલ સેવાને પાંચમાં નોરતે PM આપી શકે છે લીલી ઝંડી

30 સપ્ટેમ્બરે એટલે કે નવરાત્રીના પાંચમાં નોરતે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેઝ એકના મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપે તો અમદાવાદ શહેરમાં 40 km ના ફેઝ એકના સંપૂર્ણ રૂટ ઉપર મેટ્રો ટ્રેન સેવા લોકોને મળી રહેશે. જે 40 કિલોમીટર રૂટમાં ઉત્તર દક્ષિણ કોરિડોરમાં વાસણા એપીએમસી થી મોટેરા સુધી અંદાજે 19 km રૂટ જ્યારે પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી અંદાજે 21 કિલોમીટરના રૂટમાં મેટ્રો ટ્રેન સંપૂર્ણપણે દોડતી થશે. આ બંને રૂટ ઉપર કુલ 32 સ્ટેશનો આવેલા છે કે જ્યાંથી શહેરીજનો મેટ્રો ટ્રેન સેવાનો લાભ લઈ શકશે. જેમાં વાસણા APMCથી મોટેરા સુધી અંદાજે 15 સ્ટેશન જ્યારે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી અંદાજે 17 સ્ટેશનનો સમાવેશ થાય છે. જે તમામ સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા તેમજ અન્ય બાબતોને ધ્યાને રાખીને સુવિધાઓ ઉભી કરાઈ છે.

Published On - 6:22 pm, Mon, 19 September 22

Next Article